બોલિવૂડના ઘણા એવા સ્ટાર્સ છે જે લાંબા સમયથી મોટા પડદા પરથી ગાયબ છે. પરંતુ હવે આ વર્ષે તે સિલ્વર સ્ક્રીન પર પોતાનો જાદુ ફેલાવવા માટે તૈયાર છે. આ તે 7 સેલેબ્સ છે જે 2024માં કમબેક કરવા જઈ રહ્યા છે.
90ના દાયકાની ટોચની હિરોઈનોમાંની એક કરિશ્મા કપૂર લાંબા સમયથી પડદા પરથી ગાયબ છે. હવે તે ટૂંક સમયમાં OTT પર રિલીઝ થનારી ‘મર્ડર મુબારક’માં જોવા મળશે.
70ના દાયકાની એવરગ્રીન એક્ટ્રેસ ઝીનત અમાન હાલમાં જ કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ’માં જોવા મળી હતી. ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર ઝીનત હવે વર્ષો પછી અભિનયની દુનિયામાં પરત ફરવા માટે તૈયાર છે. 72 વર્ષની જીનતના ટૂંક સમયમાં જ ‘બન ટિક્કી’માં જોવા મળશે.
બોલિવૂડ એક્ટર ફરદીન ખાને પણ ફિલ્મોથી અંતર જાળવી રાખ્યું છે. પરંતુ હવે તે ફરી એકવાર તેના ચાહકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. ફરદીન ખાન જલ્દી જ ફિલ્મ ‘વિસફોટ’થી કમબેક કરવા જઈ રહ્યો છે.
સાહિલ ખાન પણ ફિલ્મોમાંથી ગાયબ છે. 2001માં આવેલી ફિલ્મ ‘સ્ટાઈલ’થી ધમાકેદાર ડેબ્યૂ કરનાર સાહિલ હવે ખૂબ જ જલ્દી ‘સ્ટાઈલ 3’થી કમબેક કરવા જઈ રહ્યો છે.
ઝાયેદ ખાનનું ફિલ્મી કરિયર કંઈ ખાસ નહોતું. તે ઘણા સમયથી સ્ક્રીન પરથી ગાયબ છે. પરંતુ હવે તે ફિલ્મ ‘ધ ફિલ્મ ધેટ નેવર વોઝ’થી કમબેક કરવા માટે તૈયાર છે.
આમિર ખાનના ભત્રીજા ઈમરાન ખાને સારી શરૂઆત કરી હતી. પરંતુ તે પછી તેણે પોતાની જાતને ફિલ્મોથી દૂર કરી લીધી. જો કે હવે તે અબ્બાસ ટાયરવાલાની વેબ સિરીઝથી કમબેક કરવા જઈ રહ્યો છે. 2008માં આવેલી ફિલ્મ ‘જાને તુ યા જાને ના’થી પોતાના કરિયરની શરૂઆત કરનાર ઈમરાન ખાને ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.