ઝારખંડ રાજકીય સંકટઃ બિહાર બાદ પડોશી રાજ્ય ઝારખંડમાં રાજકીય સંકટ ઉભું થયું છે. ઝારખંડના સીએમ હેમંત સોરેનની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસ હેઠળ હેમંત સોરેનને લઈને વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. એવી અટકળો છે કે હેમંત સોરેન મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી શકે છે.
