મુશ્કેલીમાં મુકાયા મુસાફરો: IRCTC ડાઉન – શું તમારી ટિકિટ બુક થઈ શકી? જુઓ શું થયું હતું
દિવાળી અને છઠ પૂજાના તહેવાર પહેલાં, મુસાફરોને ટિકિટ બુક કરવાની સુવિધા આપતી IRCTCની વેબસાઈટ થોડા સમય માટે હજારો યુઝર્સ માટે ડાઉન થઈ ગઈ હતી.
વેબસાઇટ ખોલવામાં આવી રહી ન હતી, અને ‘ડાઉનડિટેક્ટર’ (Downdetector) અનુસાર, 5,000થી વધુ યુઝર્સને ટિકિટ બુકિંગમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
IRCTC વેબસાઇટ કેમ ડાઉન થઈ?
IRCTC વેબસાઇટ પર દર્શાવવામાં આવેલા સંદેશ મુજબ, સર્વર પર અસ્થાયી રૂપે વધુ સેવા વિનંતીઓ (Service Requests) આવવાને કારણે આ સમસ્યા સર્જાઈ હતી.
ટિકિટ બુકિંગ વખતે IRCTCની વેબસાઇટે આપ્યો દગો
IRCTCના પ્રવક્તાએ જણાવ્યું કે, “થોડીક ટેકનિકલ સમસ્યા હતી, જેને તાત્કાલિક હલ કરી દેવામાં આવી છે અને વેબસાઇટ હવે સંપૂર્ણપણે યોગ્ય રીતે કામ કરી રહી છે.”
જો તમે ટિકિટ બુકિંગમાં મુશ્કેલી અનુભવી રહ્યા છો, તો થોડીવાર પછી ફરી પ્રયાસ કરો.