ગુજરાત કેબિનેટ વિસ્તરણ: SC અને ST સમુદાયને પૂરતું પ્રતિનિધિત્વ, આ ધારાસભ્યોએ લીધા શપથ!
ગુજરાતમાં આજે નવા મંત્રીમંડળની સીએમ ભુપેન્દ્ર પટેલના નેતુત્વમાં વિસ્તરણ હાથ ધર્યું છે. જેમાં ભાજપે જાતિ અને ઝોનનું બેલેન્સ કરવાનો પ્રયાસ કર્યો છે. જેમાં ઝોન વાઈસ નજર કરીએ તો સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 9 મંત્રીઓ, મધ્ય ગુજરાતમાંથી 6 મંત્રીઓ, ઉત્તર ગુજરાતમાંથી 5 મંત્રીઓ બનશે અને દક્ષિણ ગુજરાતમાંથી 4 મંત્રીઓ બનશે.જયારે અમદાવાદમાંથી દર્શના વાઘેલા મંત્રી બનાવવામાં આવ્યા છે.
ગુજરાત કેબિનેટ વિસ્તરણ
ભાજપ આ ઉપરાંત જાતિય સમીકરણને પણ બેલેન્સ કરવાનો પ્રયાસ કર્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ જેમાં અનુસૂચિત જાતિમાંથી ત્રણ ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લીધી છે. જેમાં મનીષ વકીલ, પ્રદ્યુમન વાજા અને દર્શનાબેન વાઘેલાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આદિવાસી સમાજમાંથી 4 ધારાસભ્યો મંત્રી બન્યા છે. જેમાં રમેશ કટારા,પી.સી.બરંડા, જયરામ ગામીત અને નરેશ પટેલનો સમાવેશ થાય છે.
પાટીદાર સમાજમાંથી 8 ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન
જયારે ભાજપે તેની મહત્વની વોટબેંકને જાળવી રાખવા માટે પાટીદાર સમાજમાંથી સીએમ ભુપેન્દ્ર પટેલ સહિત 8 સભ્યોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કૌશિક વેકરિયા, પ્રફૂલ પાનરેસિયા, કાંતિ અમૃતિયા, ઋષિકેશ પટેલ, કમ લેશ પટેલ અને જીતુ વાઘાણીને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.