ધરમપુર મામલતદાર કચેરી ખાતેના ઇ-ધરા કેન્દ્રમાં છેલ્લા આશરે બે માસથી નાયબ મામલતદારના વર્તાય રહેલા અભાવને લઇ આ કેન્દ્રમાં જમીનની રસાઇ સહીતના જમીનને લગતા મહત્વના કામો માટે અરજદારોએ આંટાફેરા મારવાની નોબત આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ વલસાડના કલેકટરના હુકમ આધારે આશરે બે માસ અગાઉં અત્રેના ઇ-ધરા કેન્દ્રમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર ગવળીએ તેમનો બદલીના સ્થળ ખાતે ચાર્જ સંભાળી લીધો હતો. જયારે તેમની જગ્યાએ વલસાડ મામલતદાર કચેરીના પૂરવઠા ખાતામાં ફરજ બજાવતા સંજય ટેલરને અત્રેના ઇ-ધરા કેન્દ્રના નાયબ મામલતદાર તરીકે હાજર થવાનો હુકમ કરાયો હતો. જો કે હુકમ થયાના દિનથી આજદિન સુધી તેમણે અહીંનો ચાર્જ ન સંભાળતા ઇ-ધરા કેન્દ્રમા નાયબ મામલતદારની છેલ્લા બે માસથી જગ્યા ખાલી રહી છે. ધરમપુર તાલુકો 100 આદિવાસી તાલુકો ગણાય છે. અહીં કોઇ મોટા ખેડૂત ખાતેદાર નથી. શહેર વિસ્તાર મળી 108 ગામ ધરાવતા આ તાલુકામાં નાના ખેડૂતોએ આ ખાલી પડેલી જગ્યાને લઇ છેલ્લા બે માસથી જમીનની 8/12, 8-અ, તેમજ ખાસ કરીને જમીનની વારસાઇ જેવા મહત્વના કામો માટે આંટાફેરા કરવા પડી રહયા છે. જેને લઇ લોકોમાં હતાશા ફરી વળી છે. જો કે અત્રેના મામલતદાર આર.કે. માળવીશે સંજય ટેલર
હાજર ન થયાનો ડીઓ લેટર દ્રારા રીપોર્ટ ચીટનીશ ટુ કલેકટરને કયાર્નું જણાવ્યું છે. જયારે વલસાડના ચીટનીશ ટુ કલેકટર વસાવાએ ટેલરને છૂટા કર્યા અંગેનો ડીએસઓ એ રીપોર્ટ ન કર્યો હોવાનું જણાવ્યું છે. ત્યારે વહીવટી પ્રક્રીયામાં અટવાયેલી બદલીને લઇ હાલે તો અહીંના ગરીબ પ્રજાજનોનો મરો થઇ હયો છે.

?????????????

SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.