ઝાઓમી ૨૨ ઓગષ્ટના રોજ ભારતમાં તેનો પોકો એફવન લોન્ચ કરશે. આ અંગેની જાણકારી પોકો ઈન્ડિયાના અધિકારી ટ્વિટર પર આપી હતી. ઝાઓમી પોકો એફવનએ ૬૪ જીબી અને ૧૨૮ જીબી સાથે માર્કેટમાં ઉપલબ્ધ થશે. પોકો એફવનની ૬૪ જીબી મોડેલની કિંમત ૪૨૦ યૂરો (અંદાજે રૂ.૩૩,૦૦૦) જ્યારે ૧૨૮ જીબીના મોડેલની કિંમત ૪૬૦ યૂરો (અંદાજે રૂ.૩૬,૪૦૦) સુધી હોવાનો અંદાજ છે. એક વેબસાઈટમાં જણાવ્યા અનુસાર, આ ફોન ડુઅલ સીમ સાથે ઉપલબ્ધ હશે, તેમજ ઝાઓમી પોકો એફવનમાં ૬.૧૮ ઈંચની ફૂલ એચડી ડિસ્પલે જોવા મળશે . વધુમાં આ ફોનમાં સ્નેપડ્રેગન ૮૪૫ પ્રોસેસર અને ૬ જીબી રેમ જોવા મળશે. એલડી ફ્લેશ , ડુઅલ ઓટોફોક્સ, ડુઅલ પિક્સલ,અને આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ લેન્સ સાથે પોકો એફવન ડુઅલ રિઅલ કેમેરા સાથે ઉપલબ્ઘ થશે. આ ફોનનું એક સેન્સર ૧૨ મેગાપિક્સલ અને બીજુ સેન્સર ૫ મેગાપિક્સલ હશે. તેમજ સુપર પિક્સલ ટેક્નોલોજી અને ફેસ અનલોક ફીચર્સ સાથે સેલ્ફી માટે ૨૦ મેગાપિક્સલ ફન્ટ્ર કેમેરો ઉપલબ્ધ છે. આ ફોનમાં માઈક્રોએસડી કાર્ડની મદદ દ્વારા સ્ટોરેજમાં વધારો કરી શકાય છે. કનેક્ટિવિટી માટે સ્માર્ટફોન ૪-જી, વાઈફાઈ, બ્લૂટૂથ ૫.૦, યૂએસબી ટાઈપ સી પોર્ટ, જીપીએસ સાથે જોવા મળશે. ઝાઓમીનો આ ફોન ૪૦૦૦ એમએએચની બેટરી ક્ષમતા ધરાવે છે, જેમાં ક્વિક ચાર્જ ૩.૦ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઝાઓમીનો આ સ્માર્ટફોન બ્લૂ અને ગ્રે કલર વિકલ્પ સાથે મળશે. માહિતી અનુસાર એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, પોકો એફવન ભારતમાં રૂ.૪૦,૦૦૦ સુધીની કિંમત સાથે મળશે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.