કેરલમાં ભારે વરસાદ અને બંધનાં દરવાજાઓ ખુલી જવાંને કારણે પેરિયાર નદીનાં જળસ્તરમાં ઘણો વધારો થઇ ગયો છે. જેને લઇને કોચ્ચિ એરપોર્ટ પર 18 ઓગષ્ટનાં રોજ બપોરનાં 2 કલાક સુધી દરેક ફ્લાઇટો રદ કરી દેવામાં આવી. પાણીનું સ્તર વધી જવાને કારણે એરપોર્ટનાં ક્ષેત્રમાં પાણી ભરાઇ ગયું છે. ભારે વરસાદને કારણે ઓપરેશનમાં મુશ્કેલી આવવાને કારણે એરપોર્ટને બંધ કરવાનો નિર્ણય જાહેર કરી દેવામાં આવ્યો છે. એરપોર્ટનાં પ્રવક્તાનાં જણાવ્યા અનુસાર પૂરનાં સ્તરમાં વધારો થવાંને કારણે તમામ ફ્લાઇટો રદ કરી દેવાનો નિર્ણય કરી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે કેરલમાં ભારે વરસાદનો કહેર શરૂ છે. રાજ્યનાં મુન્નારમાં પણ એક ઇમારત ધસી જવાને કારણે એક વ્યક્તિનું મોત પણ નિપજ્યું છે. ભારે વરસાદને લઇને હવામાન વિભાગે રાજ્યનાં વાયનાડ, કોઝિકોડ, કન્નૂર, કાસરગોજ, મલપ્પુરમ, પલક્કજ, ઇડુક્કી અને એર્નાકુલમમાં ગુરૂવાર સુધી હાઇ એલર્ટ રજૂ કર દેવામાં આવેલ છે. તમને જણાવી દઇએ કે આ પહેલાં બુધવારનાં રોજ બપોર સુધી માટે એરપોર્ટને બંધ કરી દેવામાં આવેલ હતું. આને લઇને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ફ્લાઇટો પણ અસરગ્રસ્ત થઇ છે. અતિરિક્ત પાણી છોડવાને કારણોસર ઇડુક્કી જળાશયનાં ઇડમાલયર અને ચેરૂથોની બંધોનાં દરવાજા ખોલી દેવાતાં એરપોર્ટ પર અવરજવર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.