ભારતમાં સ્થાનિક અને વિદેશી રોકાણકારો બાદ ગુજરાતમાં હવે દેશમાંથી લધુ અને મધ્યમ ઉદ્યોગોમાં નોંઘપાત્ર રોકાણ આવી રહ્યું છે. આ વર્ષના પાંચ મહિનામાં રાજ્યમાં MSME સેક્ટરમાં કુલ 700 કરોડનું મૂડીરોકાણ આવ્યું છે, એટલે નોકરીની તકો પણ સર્જાશે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા રાજ્યના ઔદ્યોગિક ક્લસ્ટરોમાં 300થી વધુ પ્લોટ ફાળવવામાં આવ્યા છે. જેમાં બારડોલી, હાલોલ, સાણંદ અને કાલવડમાં ઔદ્યોગિક વસાહતોનો સમાવેશ થાય છે. નિગમના અધિકારીના જણાવ્યા મુજબ આ કંપનીઓમાં મોટી કંપનીઓ સાથે જોડાયેલા ઉદ્યોગો એટલે કે એન્સિલરી એકમો અને વિક્રેતાઓ છે. રાજ્યમાં મોટી કંપનીઓ રોકાણ કરે છે ત્યારે નાની નાની કંપનીઓ પણ રોકાણ કરવા ઉત્સુક હોય છે. સાણંદમાં નેનો કારના પ્રોજેક્ટ પછી એન્સિલરીઝ એકમોની સંખ્યા વધી ચૂકી છે, જેને એલાઇડ ઉદ્યોગ કહે છે. નાના એકમો રોકાણ કરશે ત્યારે વેલ્યુ ચેઇન બનશે. ગુજરાતમાં હમણાં જ આવેલી એક આપેલ કંપની 2.25 કરોડનું મૂડીરોકાણ કરી રહી છે. આ કંપનીને વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં પ્લગ એન્ડ પ્લે શેડ્સ માટે ટ્રેક્શન મળ્યું છે. ગયા નાણાકીય વર્ષ દરમ્યાન ગુજરાતની GIDCમા કુલ 700 જેટલા પ્લોટ્સ ફાળવવામાં આવેલા છે જે પૈકી 20 ટકા મોટા ઉદ્યોગોનું રોકાણ છે જ્યારે બાકીના 80 ટકા MSME એકમો આવ્યા છે. રાજ્ય સરકારના આંકડા દર્શાવે છે કે જાપાન, ચીન, તાઇવાન, જર્મની, UAE અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાંથી 21 વિદેશી કંપનીઓએ ગુજરાતના ઔદ્યોગિક ક્લસ્ટરોમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે. ખાસ કરીને ઓટોમોબાઇલ, ફૂડ પ્રોસેસિંગ, ફેબ્રિકેશન, એન્જિનિયરિંગ એપ્લીકેશન્સ અને એપેરલ સેક્ટરમાં તેઓએ રસ દાખવ્યો છે. લઘુ ઉદ્યોગોના રોકાણથી રાજ્યમાં રોજગારી ઊભી કરવામાં મદદ મળશે. MSME દ્વારા કરવામાં આવેલા રોકાણો નાના હોઈ શકે છે, પરંતુ આ કંપનીઓ દ્વારા નોકરીઓનો જથ્થો વિશાળ હશે. એક અંદાજ પ્રમાણે, આ રોકાણ ઓછામાં ઓછું 25,000 પરિવારોને સહાય કરશે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.