શું આપે ક્યારેય એ વાત પર ધ્યાન આપ્યું છે કે મહિલાઓનાં કપડાઓમાં બટન કેમ ડાબી તરફ અને પુરૂષોનાં કપડાંઓમાં બટન જમણી બાજુ જ લાગેલા હોય છે? તો આજે અમે આપની સમક્ષ એ વાતને લઇ ખુલાસો કરીશું કે આ કોઇ એક ફેશન નથી પરંતુ આ તો 1850થી ચાલતી આવે છે. જો કે હવે આનું કોઇ પ્રાસંગિક કારણ નથી રહ્યું. પરંતુ આવું વિચારીને કરવામાં આવ્યું હતું. પરંતુ આની વિશે આપને લગભગ જ માલૂમ હશે ત્યારે અમે આજે તમને જણાવીશું કે શું છે આની પાછળની હકીકત.
માતૃત્વઃ
એક સિદ્ધાંત અનુસાર જોઇએ તો જે મહિલાઓ રાઇટ-હેન્ડેટ હોય છે તે જ્યારે દૂધ પીવડાવે છે તેવાં સમયે તે પોતાનાં બાળકને ડાબા હાથથી પકડે છે. તેવાં સમયે તેઓને સીધા હાથથી બટન ખોલવામાં સરળતા રહે છે. જેથી માતાને બાળકને સ્તનપાન કરાવવામાં પણ સરળતા રહે છે.
ધી સ્ટાફઃ
બીજું કે પહેલા હાઇ પ્રોફાઇલ મહિલાઓ ખુદ જાતે કપડાંઓ ન હોતી પહેરતી એટલે કે તેઓની નોકરાણી તેમને કપડાં પહેરાવતી હતી. ડાબી તરફ બટન હોવાને લઇને તેઓને બટન બંધ કરવામાં સરળતા રહેતી હતી. આવું મહિલાઓનાં કપડાંઓને પુરૂષોનાં કપડાંથી અલગ દેખાડવા માટે પણ કરવામાં આવ્યું હોઇ શકે. કેમ કે ધીરે-ધીરે મહિલાઓએ પુરૂષોનાં કપડાંઓ પણ પહેરવાની શરૂઆત કરી લીધી હતી. જેવાં કે શર્ટ, પેન્ટ.
યુરોપની ઔદ્યોગિક ક્રાંતિથી શરૂઆતઃ
અગત્યની બાબત છે કે મહિલાઓનાં શર્ટ કે એવાં કપડાં કે જેમાં બટન લગાવવાની શરૂઆત થઇ હોય તેની શરૂઆત લગભગ યુરોપની ઔદ્યોગિક ક્રાંતિ વખતે કરાઇ હતી. એવાં સમયે લગભગ આ પરંપરાની શરૂઆત થઇ હતી. જો કે બાદમાં મહિલાઓ માટે આ પરંપરા એક ટ્રેન્ડ એટલે કે એક ફેશન બની ગઇ. ત્યારથી લઇને અત્યાર સુધીની આ 21મી સદીમાં પણ મહિલાઓનાં શર્ટનાં બટન ડાબી બાજુએ ટાંકવામાં આવે છે.