૮ ઓગષ્ટથી કેરળમાં આવેલ ભયાનક પૂરના વિનાશથી હજુ દેશ બહાર આવ્યો નથી ત્યાં હવામાન ખાતાએ દિલ્હી, યુપી સહિત ૧૬ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગનું કહેવું છે કે બે ત્રણ દિવસમાં આ રાજ્યોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય તેવા સંજોગો છે. હવામાન ખાતાના કહેવા મુજબ ઉત્તરાખંડ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, અકિલા યુપી, પ.મ.પ્રદેશ, બિહાર, પ. બંગાળ, સિક્કીમ, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તરાખંડના દેહરાદુન, હરિદ્વાર, પૌડી, નૈનીતાલ, ચંપાવનમાં અકીલા બે દિવસ ભારે વરસાદ પડશે. એલર્ટ જારી કરાયેલ છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના સંજોગો વચ્ચે કાંગડા જીલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા આદેશ અપાયો છે અહીં ભારે વરસાદ પડશે. હેમકુંડ સહિત ચારેય ધામમાં પણ ભારે વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે. દિલ્હી, એનસીઆરમાં આજે સવારે ધીમીધારે વરસાદ પડયો છે. ગયા સપ્તાહે દેશમાં ચોમાસુ સારૂ રહ્યુ હતુ અને સામાન્યથી ૨૪ ટકા વધુ વરસાદ પડયો હતો. જો કે સમગ્ર સીઝનમાં વરસાદ ૭ ટકા ઓછો પડયો છે. ગયા સપ્તાહે ૭૧.૮ મી.મી. વરસાદ પડયો જ્યારે સામાન્ય વરસાદ ૫૮.૧ મી.મી. રહે છે. આ પ્રકારે ગયા સપ્તાહે ૧૬ થી ૨૨ વચ્ચે સામાન્યથી ૨૪ ટકા વધુ વરસાદ પડયો છે. ૧લી જૂનથી ૨૨ ઓગષ્ટ સુધી દેશભરમાં ૬૦૫ મી.મી. વરસાદ પડયો જ્યારે સામાન્ય રીતે ૬૪૭ મી.મી. રહેતો હોય છે. આમ દેશમાં ૨૨મી સુધીમાં સામાન્યથી ૭ ટકા ઓછો પડયો છે. ઉત્તર ભારતમાં ભારે વરસાદના કારણે જનજીવન અને વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. ભારે વરસાદ આવવાનું કારણ ઓડિશામાં એક સકર્યુલેશન સિસ્ટમ વિકસીત થઈ છે. આ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી ઉભી થઈ છે. જેના કારણે બિહાર, ઝારખંડ અને ઉત્તરીય છત્તીસગઢના શહેરોમાં હજુ પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. મેઘરાજાએ રાજસ્થાનમાં કેર વર્તાવ્યો છે. જેના કારણે લગભગ ૧ હજાર ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. જ્યારે યુપીના લખીમપુરમાં શારદા નદી ભયજનક સપાટી વટાવતા હાઈએલર્ટ આપી દેવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૦ દિવસથી કેરાલામાં સદીનું સૌથી વિનાશકારી પૂર આવ્યું. જેમાં ૪૦૦ લોકો મોતને ઘાટ ઉતરી ગયા છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર બચાવ અને રાહત કામગીરીમાં લાગી ગઈ છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.