મહાનાયક અમિતાભ બચ્ચનના ટીવી શૉ કોન બનેગા કરોડપતિ ઘણા લોકોને લખપતિ અને કરોડપતિ બનાવી ચુક્યો છે. અહીં આવનારા મોટાભાગના લોકો લાખ અથવા 10 લાખ રૂપિયા જીતીને જ જાય છે. એટલું જ નહીં પરંતુ ઘરે બેઠા પણ લોકો પાસે લખપતિ બનવાનો ચાન્સ હોય છે. પરંતુ આ શૉના નામ પર ઠગાઈ કરવાનો એક નવો ખેલ સામે આવ્યો છે. જેને લોકોને ઠગીનો શિકાર બનાવવામાં આવી રહ્યો છે.
કોન બનેગા કરોડપતિ
કેબીસી ના નામ પર ઠગાઈ
કેબીસી સીઝન 10 પહેલા જ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેમાં લોકોને ઠગાઇનો શિકાર બનાવવામાં આવી રહ્યા છે. લોકોને ઠગાઈ કરતી ટોળકી કેબીસીનાં નામ પર લૂંટી રહી છે. ઠગાઈ કરતી ટોળકી લોકોને કેબીસીમાં ઇનામ જીતવાનું લાલચ આપીને પૈસા લૂંટી રહ્યા છે. ગેંગના લોકોને ગેમ માટે ઇન્વાઇટ કરવા અને લકી ડ્રોમાં જીતવાનું લાલચ આપી રહ્યા છે.
કોન બનેગા કરોડપતિ
ફ્રોડ ટોળકી ફરી સક્રિય બની
આ ટોળકી લોકોને ફોન કરીને જણાવતી હતી કે તેઓ કેબીસી માંથી બોલી રહ્યા છે અને તેઓ 25 લાખ રૂપિયા જીતી ચુક્યા છે. ત્યારપછી તેઓ જણાવતા કે ઇનામમાં જીતેલી રકમ મેળવવા માટે તેમને 8000 રૂપિયા ટેક્સ, પ્રોસેસિંગ ફી અને સિક્યોરિટી રૂપે 25,000 રૂપિયા જમા કરાવવા પડશે. તેઓ જણાવતા હતા કે આ પૈસા તેમને પાછા મળી જશે.