ફોર્ટીસ હોસ્પિટલના એક સર્જનને ર૦૧૬માં સારવારમાં બેદરકારીના કેસમાં કલીન ચીટ આપતા મેડીકલ કાઉન્સફીલ ઓફ ઇન્ડિયાના નિર્ણયને દિલ્હી હાઇકોર્ટે રદ્દ કરી દીધો છે. કોર્ટે એમસીઆઇને આદેશ આપ્યો છે કે આ પ્રકારના કેસોમાં ડોકટરોના ગુના અને સજા નક્કી કરવા માટે પોલીસી બનાવે અને ત્રણ મહીનાની અંદર તેનો રીપોર્ટ રજૂ કરે. જમણા પગને પગને બદલે ડાબા પગની સર્જરી કરવા બાબતનો આ કેસ છે. રવિરાય નામના દરદીના કહેવા અનુસાર ૧૯ જુન ર૦૧૬ના રોજ તે સીડીયો પરથી પડી ગયો હતો જેના લીધે તેને પગ અને કમરમાં ઇજાઓ થઇ હતી. ત્યાર પછી તેને શાલીમાર બાગ ખાતે આવેલી ફોર્ટીસ હોસ્પિટલમાં દાખલ કરીને ડો. મૈચંદ અને ડો. કાકરનની દેખભાળ હેઠળ રખાયો હતો. તેનો આરોપ છે કે, એકસ-રે પછી જણાવાયું હતું કે તેના જમણા પગમાં ફ્રેકચર છે જેના માટે ઓપરેશન કરવું પડશે. ઉપરાંત ડોકટરોએ કહ્યું હતું કે, ડાબા પગની ઇજાઓ ફીઝીયોથેરાપીથી મટી જશે, પરંતુ પછી તેના ડાબા પગનું ઓપરેશન કરી દેવાયું હતું. આ બનાવ પછી રર જૂને ડોકટરો સામે કેસ થયો. તેમને ૩૦ દિવસ માટે નોકરી પરથી દૂર કરાયા હતા. પછીથી એમસીઆઇએ મૈચંદ સર્જરીના દિવસે હોસ્પિટલમાં હાજર જ નહોતા એવું કહીને કલીન ચીટ આપી હતી. જયારે ડો. કાકરન માટે એવું કહ્યું કે તેમણે દર્દીના સગાની સહમતી વગર જમણાના બદલે ડાબા પગનું ઓપરેશન કર્યું હતું. એમસીઆઇના નિર્ણયને રદ કરીને હાઇકોર્ટે ૧ લાખનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટ ને જણાવાયું હતું કે આવા બનાવોમાં ગુનેગાર ડોકટરોની સજા નક્કી કરવાની એમસીઆઇ પાસે કોઇ પોલીસી નથી. એટલે કોર્ટે તાત્કાલીક આવી પોલીસી બનાવવાનો પણ આદેશ આપ્યો છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.