જન્માષ્ટમીના તહેવારોની આડે હવે ગણતરીના િદવસો બાકી રહ્યા છે ત્યારે હરવા ફરવા માટે પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ જવા માટે લાંબા રૂટની ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ મળવી દૂરની બાબત છે, પરંતુ સેકન્ડ ક્લાસ સ્લીપર કોચ માટે પણ ૨૦૦ સીટ સુધીનું વેઈટિંગ જોવા મળતા ધાર્મિક યાત્રાએ જવા ઈચ્છુક પ્રવાસીઓને ફરજિયાત તત્કાલ ટિકિટ લેવા માટે મજબૂર થવું પડશે. સામાન્ય રીતે ઉનાળુ અને દિવાળી વેકેશનમાં ઉતર ભારત અને દક્ષિણ ભારત તરફ જતી ટ્રેનો હાઉસફૂલ જોવા મળે છે, પરંતુ જન્માષ્ટમીના સમય દરમિયાન શનિ-રવિ, સોમ એમ ત્રણ જાહેર રજામાં એક સાથે આવતી હોવાના કારણે ફરવા માટે ગોવા અને ધાર્મિક યાત્રા માટે વૈષ્ણોદેવી મથુરા તરફ યાત્રીઓનો ઘસારો વધ્યો છે. હરવા ફરવાના શોખીનોએ તહેવારોમાં મહિના અગાઉ જ ટિકિટ બુક કરાવી લીધી છે તેથી તહેવારોનાં ૨૦૦ જેટલું વેઈટિંગ ક્લિયર થવાનું અસંભવ છે ત્યારે યાત્રિકો માટે તત્કાલ ટિકિટ એક માત્ર સહારો છે. મુંબઈ, દિલ્હી, હરિદ્વાર, મહાકાળેશ્વર, મનાલી, શિમલા, ગોવા, શ્રીનગર વગેરે સ્થળોએ જવા માટે ટ્રેનો લાંબું વેઈટિંગ લિસ્ટ છે. ખાસ ઉત્તર ભારત જવા માટે યાત્રિકોનો ઘસારો વધુ હોય છે. તેથી ઉત્તર ભારતના રુટની મોટા ભાગની ટ્રેનોનાં વેઈટિંગ ૫૦થી ૨૭૦ સુધી પહોંચ્યું છે. ગુજરાતીઓની પહેલી પસંદ ટ્રાન્સપોર્ટેશનના મામલે ટ્રેન સેવા છે, તેથી લાંબાલચક વેઈટિંગના કિસ્સામાં તત્કાલ ટિકિટ એક માત્ર વિકલ્પ બની રહેશે. ટ્રેનમાં દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ-૨૪૪, ઓખા-વારાણસી એક્સપ્રેસ ૭૩, હાવરા એક્સપ્રેસ ૧૧૫, જામનગર-કટારા, વૈષ્ણોદેવી એક્સપ્રેસ ૧૧૨, મુઝફફરનગર મોતીહારી એકસપ્રેસ-૧૩૫, ગોરખપુર એક્સપ્રેસ-૯૪, ગૌહાટી એક્સપ્રેસ-૨૯૯, મુંબઈ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ-૮૩, કામાખ્યા એક્સપ્રેસ-૮૩, સર્વોદય એક્સપ્રેસ-૭૭, આશ્રમ એક્સપ્રેસ-૬૮, અમદાવાદ-હરિદ્વાર મેઈલ ૧૬૯, હરિદ્વારા ટ્રેન નં. ૧૯૦૩૧-૧૬૯. તહેવારની રજાના સમયે ગુજરાતમાં જ ધાર્મિક સ્થળોએ જતી એસટી અને લકઝરી બસો પણ હાઉસફૂલ રહેશે. પ્રવાસીઓ માટે એસટી તંત્ર ધાર્મિક સ્થળોએ એકસ્ટ્રા બસો દોડાવશે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.