બોલિવૂડ ફિલ્મ માટે ૧૦૦ કરોડની કલબમાં જગ્યા બનાવવી હવે કોઇ નવી વાત રહી નથી. આ વર્ષના આઠ મહિના પૂરા થવા આવ્યા છે. આ આઠ મહિનામાં આઠ ફિલ્મોએ ૧૦૦ કરોડની કલબમાં જગ્યા બનાવી લીધી છે. આ વાતની જાણકારી ફિલ્મ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આપી છે. જાન્યુઆરી મહિનામાં આવેલી ‘પદ્માવત’, ફેબ્રુઆરી મહિનામાં ‘સોનું કે ટીટુકી સ્વીટી’, માર્ચમાં ‘રેડ’ અને ‘બાગી-ર’, મેમાં ‘રાહી’, જૂનમાં ‘રેસ-૩’ અને ‘સંજૂ’ અને ઓગસ્ટમાં ‘ગોલ્ડ’એ પણ ૧૦૦ કરોડની કલબમાં એન્ટ્રી કરી છે. પહેલા નંબર પર સંજય લીલા ભણશાળીની જાન્યુઆરી મહિનામાં આવેલી ‘પદ્માવત’ છે. તેમાં રણવીરસિંહ, દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફિલ્મનું લાઇફ ટાઇમ કલેકશન ૩૦૦ કરોડ રૂપિયા હતું. ફેબ્રુઆરીમાં બીજા નંબર પર આવેલી ‘સોનંુ કે ટીટુકી સ્વીટી’ છે જેમાં નુસરત ભરૂચા, કાર્તિક આર્યન અને સનીસિંહ હતા. ફિલ્મનું ઇન્ડિયામાં કલેકશન રૂ.૧૦૭ કરોડ રહ્યું હતું. માર્ચમાં એક નહીં બે ફિલ્મોએ ૧૦૦ કરોડથી વધુની કમાણી કરી. તેમાં અજય દેવગણ, ઇલિયાના ડીક્રુઝની ‘રેડ’ અને ટાઇગર શ્રોફ તેમજ દિશા પટની સ્ટારર ‘બાગી-ર’ સામેલ છે. રેડ ફિલ્મે ૧૦૩ કરોડનું કલકેશન કર્યું, જ્યારે બાગી-રએ લાઇફ લાઇટ રૂ.૧૬૪ કરોડની કમાણી કરી. માર્ચ પછી એપ્રિલ માસ થોડો ઠંડી રહ્યો. જયારે મે મહિનામાં આવેલી આલિયા ભટ્ટ અને વિકી કૌશલની ‘રાજી’ ફિલ્મે રૂ.૧૦૦ કરોડનો આંકડો પાર કરીને સૌને ચોંકાવી દીધા. ફિલ્મનું ઇન્ડિયામાં કલેક્શન રૂ.૧ર૩ કરોડ રહ્યું. જૂનમાં રિલીઝ થયેલી ‘રેસ-૩’એ ઇદનાં તહેવાર પર સારું કલેકશન કર્યું. ફિલ્મ ૧૦૦ કરોડની કલબમાં સામેલ થઇ. ત્યાર બાદ જૂનમાં આવેલી રણબીર કપૂર સ્ટાટર ‘સંજૂ’એ બોકસ ઓફિસના તમામ રેકોર્ડ તોડીને રૂ.૩૦૦ કરોડની કલબમાં એન્ટ્રી કરી. સંજુ બાદ ૧પ ઓગસ્ટે રિલીઝ થયેલી ગોલ્ડ ફિલ્મ ૧૦૦ કરોડની નજીક પહોંચી ચૂકી છે. આ ફિલ્મનું કલેેકશન અત્યાર સુધી ૯૯ કરોડ પર પહોંચી ચૂકયું છે. ફિલ્મમાં અક્ષયકુમાર અને મોનીરોયે મુખ્યભૂમિકા ભજવી છે. જેની ડિરેકટર રીમા કાગતી છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.