વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાડોશી દેશ નેપાળમાં આજે અને કાલે યોજાઇ રહેલ ‘બે ઓફ બંગાલ ઇનીશિએટિવ ફોર મલ્ટી-સેકટરોલ એન્ડ ઇકોનોમિક કો-ઓપરેશન’ (બિમ્સટેક)ની બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં સભ્ય દેશોની વચ્ચે આતંકવાદ સહિત સુરક્ષાના વિવિધ આયામ, માદક પદાર્થોની તસ્કરી, સાઇબર ગુનો, વેપાર અને કનેકિટવિટી સાથે જોડાયેલા વિષયો પર ચર્ચા થશે અને પરસ્પર સહયોગ મજબૂત બનાવા પર જોર આપશે. પીએમ મોદીની આ યાત્રા ભારત દ્વારા પાડોશીને ઉચ્ચ પ્રાથમિકતા આપવા તથા દક્ષિણ પૂર્વ એશિયાના વિસ્તારિત પાડોશમાં પોતાના સંબંધોને ઉંડાણપૂર્વક બનાવાનું પ્રતીક છે. યાત્રા પર રવાના થતા પહેલાં પોતાની ફેસબુક પોસ્ટમાં મોદીએ કહ્યું કે શિખર બેઠક દરમ્યાન તેઓ ‘બંગાળની ખાડી બહુ ક્ષેત્રીય ટેકનોલોજી અને આર્થિક સહયોગ પહેલ’ બિમ્સટેક દેશોના નેતાઓની સાથે ક્ષેત્રીય સહયોગને મજબૂત બનાવા, વેપારી સંબંધોને પ્રગાઢ બનાવા અને શાંતિપૂર્ણ અને સમૃદ્ઘ બંગાળની ખાડી ક્ષેત્રના નિર્માણમાં સામૂહિક પ્રયાસોને આગળ વધારવા અંગે ચર્ચા કરશે. તેમણે કહ્યું કે શિખર સંમેલનનો વિષય શાંતિપૂર્ણ, સમૃદ્ઘ, અને સતત બંગાળની ખાડી છે અને આ આપણે તમામની ભાગીદારી આકંક્ષાઓ અને પડકારોના સંબંધોમાં સામૂહિક પ્રતિક્રિયામાં મદદરૂપ થશે. વડાપ્રધાને કહ્યું કે તેમને વિશ્વાસ છે કે ચોથા બિમ્સ્ટેક શિખર સંમેલન અત્યાર સુધી આ ગ્રૂપની અંતર્ગત પ્રગતિને વધુ આગળ ધપાવીશું અને શાંતિપૂર્ણ અને સમૃદ્ઘ બંગાળની ખાડીના નિર્માણનો માર્ગ પ્રશસ્ત કરીશું. તેમણે કહ્યું કે બિમ્સ્ટેક શિખર સંમેલન અંતર્ગત બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, ભૂતાન, અને થાઇલેન્ડના નેતાઓ સાથે વાતચીત કરવાની તક મળશે. મોદીએ કહ્યું કે હું નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલીની સાથે બેઠક માટે આશાવાદ છું. આ દરમ્યાન મે ૨૦૧૮મી પોતાની નેપાળ યાત્રા બાદથી દ્વિપક્ષીય સંબંધોમાં થયેલ પ્રગતિની સમીક્ષા કરીશું. તેમણે કહ્યું કે વડાપ્રધાન ઓલી અને તેમના પશુપતિનાથ મંદિર પરિસરમાં નેપાળ ભારત મૈત્રી ધર્મશાળાનું ઉદઘાટનની તક મળશે. વિદેશ મંત્રાલયના અધિકારીઓના મતે આતંકવાદથી મુકાબલો તમામ બિમ્સટેક દેશો માટે ખૂબ મહત્વપૂર્ણ વિષય છે. ગોવામાં ૨૦૧૬ની સાલમાં સંપન્ન બિમ્સટેક આઉટરીચ સંમેલનમાં જાહેર કરાયેલ ઘોષણાપત્રમાં આતંકવાદથી મુકાબલા પર વિચાર વિમર્શ થયો હતો. આ બેઠકમાં જોર આપ્યું હતું કે આતંકવાદી ગતિવિધિઓના કોઇપણ સંજોગોમાં ચલાવી શકાય નહીં. તેમણે કહ્યું કે ત્યારથી આતંકવાદનો વિષય રાષ્ટ્રીય સુરક્ષા પ્રમુખો તથા અન્ય ક્ષેત્રીય બેઠકોમાં ચર્ચાથી સંબંધિત મહત્વપૂર્ણ વિષય બની ગયો છે. આ બેઠક આજે શરૂ થશે અને સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાત્રિ ભોજ બાદ પૂરી થશે. ૩૧મી ઓગસ્ટના રોજ સભ્ય દેશોના નેતાઓની મુલાકાત અને બેઠક થશે. બપોરે બિમ્સટેકનું સમાપન સત્ર હશે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.