મેષ
આજે આપને લાગશે કે હર દિન આપના ઘરમાં નાની નાની વાતો પર ઝઘડા થાય છે. પરિવારના સદસ્યો વચ્ચે મતભેદ વધી રહ્યા છે. આજે આપના પ્રિયજનનો મૂડ ખરાબ પણ થઈ શકે છે. સારૂ તો એજ થશે કે આપ કોઈ નક્કામી ચર્ચામાં ન પડશો. ધીરજ અને નમ્રતાથી કામ લેજો.
વૃષભ
આજે ઘરે અવર જવર થતી રહેશે. ઘરે ઘણાં બધા કાયો એકસામટાં ચાલતા રહેશે. આજે આપના ઘરે વિદેશથી મહેમાનોને આવવાની સંભાવના છે. પોતાની તમામ મુશ્કેલીઓને એક બાજુએ મૂકીને પોતાના દોસ્તો અને સંબંધીઓ સાથે મઝા કરો
મિથુન
આજનો દિવસ દોસ્તોની સાથે મોજમસ્તી કરવાને ખૂબજ સારો છે. પોતાની તમામ મુંઝવણોને ભૂલી જઈને આનંદ કરો. આજે આપ પોતાના બધાજ વિચારો ખુલીને વ્યક્ત કરી શકો છો. સારૂ થશે કે આ તક્નો લાભ ઉઠાવીને પોતાને સ્ફૂર્તિમાં લઈ આવો.
કર્ક
આજે આપ જાણી શકશો આપનું કુટુંબ, દોસ્ત અને સાથીઓ કેટલા સારા છે. જેઓ આપની મદદ માટે હંમેશા તૈયાર જ છે. આજે તેઓ આપના જીવનમાં ખૂબજ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જ્યારે પણ આપને એમની મદદની જરૂર પડશે તેઓ આપની સાથે જ હશે. આપ એમનો આભાર માનવાનું ન ભૂલશો. આપે એમને જાણાવવાનું જોઈએ કે આપ એમને કેટલા પ્રેમ કરો છો.
સિંહ
આજે આપને પોતાના પરિવારનો પુરો સહયોગ મળશે. જો આપ કોઈ મુશીબતમાં ફસાઈ જાવ છો તો આપને પોતાનાઓની મદદ લેવામાં પીછે હટ ન કરવી જોઈને આપને મદદને માટે જે કોઈ જોઈએ છે એ જરૂર મળશે. એટલે મદદ માંગવામાં શરમ ન કરશો. દિવસના અંતમા તમને પોતાના લોકોએ આપેલી મદદથી ખૂબજ ફાયદો મળશે.
કન્યા
આજકાલ જે તનાવ વધી રહ્યો છે આપેજ એને વાજબી રીતે સમજપૂર્બક ખત્મ કરવાની કોશીશ કરવી જોઈએ. માનસિક શાંતિ મેળવવાને માટે ક્યાંય ફરવા જાઓ અથવા કોઈ સારી ચોપડી વાંચી શકો છો. આપ પોતાના કામ પર ધ્યાન દયો અને એ વાત ધ્યાનમાં રાખજો કે આપ પોતાના પ્રયાસોથી કોઈ પણ સમસ્યા ઉકેલી શકો છો. પોતાના પ્રિયજનોને જણાવો કે આપ એમન કેટલો પ્રેમ કરો છો. પોતાના ઘરની શાંતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરો.
તુલા
આજે ઐપ ધ્યાન રાખજો કે આપ કોની પર ભરોસો કરી રહ્યા છો. આપની ટેળ છે કે આપ આંખ મીંચીને કોઈ પર ભરોસા કરી લો છો પોતાની એ આદતને બદલી નાંખો નહિતર કોઈક દિવસ આપે પસ્તાવું પડશે તથા આપ કાંઈક મુશીબતમાં ફસાઈ શકો છો. કોઈ પણ નિર્ણય લેતી વેળાએ પોતાના અંતરની અવાજ સાંભળો. જો સામેવાળી વ્યક્તિ આપને સારી લાગે તો પણ પોતાની જીંદગીનું સુકાન એના હાથમાં ન સોંપતા.
વૃશ્ચિક
આજે આપની ઓળખ ખૂબ બધશે. આજે આપ જે સ્તર પર છો એ આપની સ્પષ્ટતા અને સારી સંપ્રેષણ કળાને લીધે છે. આપ વધુ સફળતા મેળવાને માટે પોતાના પ્રયાસ ચાલુ રાખો અને પોતાના અહંને પોતાના માર્ગમાં આડો અવવા ન દેશો. એથી લોકો આપને આદર આપશે.
ધન
આજે આપ જરા આપની બહસ કરવાની આદતને કાબુમાં રાખજો. આજે આપ કદાચ થોડાંક ઉશ્કેરાય જાવ અને બહસમાં પડી જાવ. શાંત રહેજો અને પોતાનું કામ કરવામાં બાગ્યા રહેજો. જો આપ પોતાના આ ઉદ્દેશને પુરો કરી લેશો તો આપને સારૂં લાગશેજ સાથે સાથે આપને માનસિક શાંતિ પણ મળશે.
મકર
આજે આપ પોતાના પરિવારની સમસ્યાઓને ઉકેલી શકશો. આપને પોતાની સમસ્યાને ઉકેલવામાં પોતાના તીક્ષ્ણ ચિંતન અને ખરા નિર્ણય લેવાની ક્ષમતા પર આધાર રાખે છે. આ સમસ્યાઓને લઈને આપ થોડોક તનાવ અનુભવશો. જો પણ એને ઉકેલવામાં એમની પુરી મદદ કરજો. આપની આ મદદના બલાણ થશે.
કુંભ
આજે આપનો કોઈ યાત્રા પર જવાનો યોગ બની રહ્યો છે. આપ કદાચ કદાચ આ યાત્રા પર પરિવારની સાથે જાવ. કદાચ આ નાની યાત્રા હોય પરંતુ એનું આપના જીવનમાં ઘણું મહત્વ હશે. આપ આ યાત્રાનો પુરો આનંદ લો.
મીન
આજે આપનો વધુ સમય આપના પરિવારની સાથે પસાર કરશો. આપના પોતાનાઓનો સાથ આપને ખૂબજ ખુશી આપશે – આપના પ્રત્યે એમની લગણી અને માન જોઈને આપ ગર્વ અનુભવશો. આપ પણ આપના પ્રિયજનોને બતાવો કે આપ પણ એમને કેટલો બધો પ્યાર કરો છો. એમની સાથે પુરેપુરો આનંદ ઉઠાવો.