સુરતના પ્રખર સાહિત્યકાર અને વરિષ્ઠ પત્રકાર ભગવતી કુમાર શર્મા નું જૈફ વયે નિધન થયું છે અને સાહિત્ય ના સિતારા સાહિત્ય દિન એટલે કે શિક્ષકદીને વિલીન થયા, સદગત દર શિક્ષકદીને સંભારણું બની જીવંત રહેશે આજે શાળા , કોલેજો થી માંડી દરેક સાહિત્ય સાથે શિક્ષણ સાથે સંકળાયેલી સંસ્થાઓ માં શિક્ષક દિન ની ઉજવણી થાય છે અને ગાંધીનગર ખાતે શિક્ષક દિનની પૂર્વ સંધ્યા એ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા નાં ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને રાજ્યના ૩૨ શ્રેષ્ઠ શિક્ષકોનું તેમના પરિવાર સાથે અભિવાદન સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજ અને શિક્ષણ સાથે સંકળાયેલા પત્રકારો અને કોલમ લેખકોનું પણ સન્માન કરાયું હતું તેમજ તેઓને શિક્ષણ અંગે તેમના વિચારો રજૂ કરવાની તક આપવામાં આવી હતી. તેઓએ આ તકે રાજ્યને શિક્ષણના સ્તર ને વધુ ઊંચું લાવવા સહિયારા પ્રયાસો ઉપર ભાર મુક્યો હતો આ પ્રસંગે ભાવેન કચ્છી ,પદ્મશ્રી ડો વિષ્ણુ પંડ્યા, અજય ઉમટ, વિદ્યુત જોષી, ભદ્રાયુ વછરાજાની , કૃષ્ણકાંત ઉનડકટ, ડો સંતોષ દેવકર અને અશોક પટેલે પણ તેમના પ્રાસંગિક વિચારો રજૂ કર્યા હતા. બીજી તરફ યોગાનુયોગ સુરત માં જાણીતા સાહિત્યકાર અને પીઢ પત્રકાર ભગવતી શર્મા નું શિક્ષકદીને અવસાન થતાં સાહિત્ય ના એક સિતારા ની ખોટ પડી છે જે સાહિત્ય સાથે વર્ષો સુધી જોડાયેલા રહયા તેજ દિવસે યોગાનુયોગ સદગત નું વિલીન થવું તે પણ નોંધનીય બાબત રહેશે, આદરણીય ભગવતીકુમાર શર્મા ને શિક્ષકદીને શ્રધાંજલિ જાણીતા ગુજરાતી સાહિત્યકાર અને પત્રકાર ભગવતીકુમાર શર્માનો જન્મ વર્ષ ૧૯૩૪માં સુરતમાં થયો હતો . તેમની નવલકથા ‘ અસૂર્યલોક ‘ ને સાહિત્ય અકાદમી એવોર્ડ મળી ચૂક્યો છે.
ભગવતીકુમાર શર્મા જાણીતા ગુજરાતી ભાષાના સાહિત્યકાર છે. તેમણે નવલકથા, ટૂંકી વાર્તાઓ, કવિતાઓ અને વિવેચન ક્ષેત્રે કાર્ય કર્યું છે. તેમને ૧૯૮૪માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને ૧૯૮૮માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.તેમનો જન્મ ૩૧ મે ૧૯૩૪ના રોજ સુરતમાં હરગોવિંદભાઇ અને હીરાબેનને ત્યાં થયો હતો. તેમણે ૧૯૫૦માં માધ્યમિક શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યું પણ ત્યાર પછી અભ્યાસ છોડી દીધો. પાછળથી ૧૯૬૮માં તેમણે ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓમાં સ્નાતકની પદવી મેળવી.
તેઓ ૧૯૫૫માં ગુજરાત મિત્ર ના સંપાદન વિભાગમાં જોડાયા. તેઓ ૨૦૦૯ થી ૨૦૧૧ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ રહ્યા હતા.
૧૯૭૭માં કુમાર સુવર્ણ ચંદ્રક અને ૧૯૮૪માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો
તેમને ૧૯૮૮માં અસૂર્યલોક નવલકથા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો
૨૦૧૧માં તેમને પત્રકારત્વ માટે
હરીન્દ્ર દવે સ્મૃતિ પુરસ્કાર અને સાહિત્યમાં યોગદાન માટે વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર મળ્યો હતો.
૧૯૯૯માં તેમને નચિકેતા પુરસ્કાર પણ મળ્યો હતો.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.