જાપાનમાં વિનાશકારી ટાઇફુન અથવા તો છેલ્લા ૨૫ વર્ષના સૌથી પ્રચંડ તોફાનના કારણે ભારે નુકસાન થયુ છે. આ તોફાનના કારણે ૧૨ લાખથી વધારે લોકો જુદા જુદા સ્થળો પર ફસાઇ ગયા છે. જેબી તોફાનના કારણે સાત લોકોના મોત થયા છે અને ૨૦૦થી વધારે લોકો ઘાયલ થયા છે. ટોકિયો,તા. ૫ : જાપાનમાં વિનાશકારી ટાઇફુન અથવા તો છેલ્લા ૨૫ વર્ષના સૌથી પ્રચંડ તોફાનના કારણે ભારે નુકસાન થયુ છે. આ તોફાનના કારણે ૧૨ લાખથી વધારે લોકો જુદા જુદા સ્થળો પર ફસાઇ ગયા છે. જેબી તોફાનના કારણે સાત લોકોના મોત થયા છે અને ૨૦૦થી વધારે લોકો ઘાયલ થયા છે. અકીલા જૈ પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. ૨૧૬ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયા બાદ મોટી સંખ્યામાં વૃક્ષો પણ ધરાશાયી થઇ ગયા છે. તોફાન કારણે ૭૦૦ ફ્લાઇટોને રદ કરવામાં આવી છે. ૫૮ હજારથી પણ વધારે લોકો એરપોર્ટ પર અટવાઇ પડ્યા છે. ભારે વરસાદ અને પ્રચંડ તોફાનના કારણે પશ્ચિમી જાપાનમાં ૭૦૦ સ્થાનિક અને વિદેશી ફ્લાઇટો રદ કરવામાં આવી છે. કંસાઇ વિમાનીમથકમાં પાણી ભરાઇ ગયુ છે. વિમાનમથકને સંપૂર્ણ પણે બંધ કરી દેવાની ફરજ પડી છે. ટ્રેનો, હાઇ સ્પીડ ટ્રેનો બંધ કરવામાં આવી છે. ઓસાકા-હિરોસીમા માર્ગ પર દોડતી ટ્રેનોને અનિશ્ચિતકાળ સુધી મોકુફ કરી દેવામાં આવી છે. ટોકિયો અને ઓકાયામા વચ્ચે દોડતી બુલેટ ટ્રેનને પણ બંધ કરવામાં આવી છે. જાપાનના વડાપ્રધાન શિન્જો આબે દ્વારા દરિયા કાઠાના વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે અપીલ કરી છે. સરકારી એજન્સીઓ અને બચાવ ટીમ દ્વારા દરિયાઇ કિનારે રહેતા આશરે ૧૨ લાખ લોકોને સુરક્ષિત ખસેડી લેવા માટે સુચના આપવામાં આવી છે. વિમાની સેવા અને ટ્રેન સેવા ખોરવાઇ જવાના કારણે બચાવ અને રાહત કામગીરીમાં અડચણો આવી રહી છે. અત્રે નોંધનીય છે કે જાપાનમાં ૧૯૯૩માં વિનાશકારી તોફાનમાં ૪૮ લોકોના મોત થયા હતા અને જુલાઇ ૨૦૧૮માં પુરના કારણે ૨૦૦થી વધારે લોકોના મોત થયા હતા. સેન્ટ્રલ અને વેસ્ટર્ન જાપાનમાં ભારે વરસાદ અને ભેખડો ધસી પડવા માટેની ચેતવણી જારી કરવામાં આવી છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.