વિવિધ દેશો પાસે રહેલ પરમાણુ હથિયારની જાણકારી રાખતા સમૂહે તાજેતરમાં જ જાહેર કરેલ એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાન દુનિયાનો પાંચમો સૌથી મોટો પરમાણુ હથિયાર ધરાવતો દેશ બનવાની કગાર પર છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાન પાસે હાલ 140થી 150 પરમાણુ હથિયાર છે અને જો પરમાણુ હથિયારને લઈને પાકિસ્તાનની ગતિ આટલી તેજ રહી 2025 સુધીમાં પાકિસ્તાન પાસે 220થી 250 પરમાણુ હથિયારનો ભંડાર હશે. હંસ એમ ક્રિસ્ટનસેન, રોબર્ટ એસ નોરિસ અને જુલિયા ડાયમંડે ‘pakistan nuclear forces 2018’ નામના પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે અમેરિકન ગુપ્તચર એજન્સીઓએ 1999માં પાકિસ્તાન પાસે 140થી 150 પરમાણુ હથિયાર હોવાનું આંકલન કર્યું હતું અને દાવો કર્યો હતો કે પાકિસ્તાન 2020 સુધીમાં 60થી 80 પરમાણુ હથિયારોનો વધારો કરશે. પરંતુ અત્યારના અહેવાલ મુજબ પાકિસ્તાન પાસે 140થી 150 પરમાણુ હથિયાર છે અને 2050 સુધીમાં આ સ્પીડે જ જો પરમાણુ હથિયાર હાંસલ કરતું રહેશે તો તેમની પાસે 220થી 250 પરમાણુ હથિયારનો ખજાનો થઈ જશે. પાકિસ્તાન પરમાણુ બળ 2018ના રિપોર્ટ મુજબ જો આવું થાય છે તો પાકિસ્તાન પરમાણુ હથિયારના મામલે દુનિયાનો પાંચમો સૌથી મોટો પરમાણુ હથિયારવાળો દેશ બની જશે. ઉલ્લેખીય છે કે આ રિપોર્ટના મુખ્ય લેખક ક્રિસ્ટનસેન વૉશિંગ્ટન, ડીસીમાં ફેડરેશન ઑફ અમેરિકન સાઈન્ટિસ્ટની સાથે પરમાણુ સૂચના પરિયોજનાના નિદેશક છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.