એટ્રોસિટી એક્ટમાં થયેલા ફેરફારને પગલે સવર્ણોએ ભારત બંધનું એલાન કર્યું હતું. 6 સપ્ટેમ્બરે કરેલા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યા બાદ હવે કોંગ્રેસે પણ 10મી સપ્ટેમ્બરે દેશભરમાં બંધનું એલાન કર્યું છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં થતા સતત વધારાના પગલે ફ્યૂઅલ લૂંટના વિરોધમાં કોંગ્રેસે બંધનું એલાન કર્યું છે. કોંગ્રેસના કોમ્યુનિકેશન ઈનચાર્જ રણદીપ સુરજેવાલાએ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થતા વધારા બાબતે સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે ભાજપ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ લાદી કરોડો રૂપિયાની કમાણી કરી છે.
સુરજેવાલાએ કહ્યું કે “ભારત સરકાર કરી રહેલી આ લૂંટના વિરોધમાં અને 11 લાખ કરોડની કેન્દ્ર સરકારની ફ્યૂઅલ લૂંટને ઉજાગર કરવાના હેતુસર કોંગ્રેસ પાર્ટીએ 10મી સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન કર્યું છે અને સાથે સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી તથા રાજ્યમાં વેટ ઘટાડવાની માગણી પણ કરી છે.” વધુમાં તેમણે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલને પણ જીએસટી અંતર્ગત લાવવું જોઈએ જેથી કરીને સામાન્ય માણસની તકલીફમાં ઘટાડો થાય અને નબળો માણસ રાહતનો શ્વાસ લઈ શકે. વધુમાં સુરજેવાલાએ જણાવ્યું કે અમે અન્ય ગ્રૂપ તથા એનજીઓને પણ આ ચડવળમાં જોડાવવા માટે આમંત્રણ મોકલ્યું છે.
દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલની કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમતો 79.51 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે જ્યારે ડીઝલની કિંમત પણ 0.36 પૈસાના વધારા સાથે 71.55 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 86.91 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે અને ડીઝલની કિંમત 0.42 પૈસાના વધાર સાથે 75.96 રૂપિયાએ પહોંચી ગયું છે. અમદાવાદમાં પેટ્રોલની કિંમત 0.48 પૈસાના વધારા સાથે 79.14 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી છે જ્યારે ડીઝલ 0.56 રૂપિયાના વધારા સાથે 77.34 રૂપિયા પ્રતિ લીટરના સ્તરે કિંમતો પહોંચી ગઈ છે. હાર્દિક પટેલના સમર્થનમાં ખુલીને આવી કોંગ્રેસ, 24 કલાકના ઉપવાસ પર બેસવાની ધમકી