હિમાચલ પ્રદેશમાં સુખુ સરકારને મોટો ઝટકો લાગ્યો છે. હિમાચલ પ્રદેશમાં પાવર પ્રોજેક્ટ્સ પર વોટર સેસ લગાવવાના કોંગ્રેસ સરકારના નિર્ણયને રાજ્ય હાઈકોર્ટે રદ કર્યો છે. હાઇકોર્ટ દ્વારા આને લગતું નોટિફિકેશન રદ કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, હિમાચલ પ્રદેશની સુખુ સરકારે પાવર પ્રોજેક્ટ્સ પર વોટર સેસ લગાવવાનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. તેની સામે કેટલીક કંપનીઓએ હાઈકોર્ટમાં અરજી કરીને આ નિર્ણય સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારથી આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો હતો. કૉંગ્રેસના રાજ્યસભાના ભૂતપૂર્વ ઉમેદવાર અભિષેક મનુ સિંઘવી સહિત વકીલોની ફોજ કંપનીઓ વતી આ કેસની વકીલાત કરી રહી હતી. હવે આ મામલે હિમાચલ સરકારને ઝટકો લાગ્યો છે અને સરકાર દ્વારા જારી કરાયેલ નોટિફિકેશનને હાઈકોર્ટમાં રદ્દ કરવામાં આવ્યું છે.