નબળા વૈશ્વિક સંકેતોને કારણે સ્થાનિક શેરબજારમાં સતત બીજા દિવસે નબળું ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 89 પોઈન્ટના ઘટાડા સાથે 73587 પર ખુલ્યો હતો, જ્યારે NSEનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટી 50 28 પોઈન્ટના ઘટાડા સાથે 22327 પર ખુલ્યો હતો. મંગળવારે જ્યારે દલાલ સ્ટ્રીટ લાલ રંગમાં બંધ થઈ હતી, ત્યારે યુએસ ઈન્ડેક્સ 1% કરતા વધુ ઘટ્યા હતા.
શેરબજાર હજુ પણ લાલ છે. સેન્સેક્સ હવે માત્ર 85 પોઈન્ટ ઘટીને 73591ની સપાટીએ છે. નિફ્ટી પણ હવે 28 પોઈન્ટના ઘટાડા સાથે 22327 ના સ્તર પર છે. નિફ્ટીના ટોપ ગેનર્સમાં બજાજ ઓટો 1.51 ટકા વધીને રૂ. 8478 પર ટ્રેડ કરી રહ્યો છે. SBI લાઇફ 1.19 ટકા વધીને રૂ. 1508.95 પર છે. BPCL 0.84 ટકા વધીને રૂ. 650.50 પર છે. કોટક બેન્ક 0.57 ટકા અને ટાટા મોટર્સ 0.45 ટકા ઉપર છે.
વૈશ્વિક બજારના નબળા સંકેતોને ધ્યાનમાં રાખીને બુધવારે 6 માર્ચે સ્થાનિક શેરબજારમાં ઘટાડાની શક્યતા છે. આજે એશિયન બજારોમાં મોટાભાગે નુકસાન સાથે વેપાર થયો હતો, જ્યારે યુએસ શેરબજારો IT શેરોમાં વેચવાલી વચ્ચે લાલ નિશાનમાં બંધ થયા હતા. તે જ સમયે, મંગળવારે, ભારતીય શેર બજારો પણ ચાર દિવસના વધતા વલણને તોડીને લાલ નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સ 195.16 પોઈન્ટ ઘટીને 73,677.13 પર જ્યારે નિફ્ટી 49.30 પોઈન્ટ ઘટીને 22,356.30 પર બંધ રહ્યો હતો.
જાપાનનો નિક્કી 225 0.2% ઘટ્યો, જ્યારે ટોપિક્સ 0.3% વધ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.25% ઘટ્યો અને કોસ્ડેક 0.49% વધ્યો. બીજી તરફ GIFT નિફ્ટી 22,405ના સ્તરની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો, જે નિફ્ટી ફ્યુચર્સના અગાઉના બંધથી 20 પોઈન્ટથી વધુનું ડિસ્કાઉન્ટ છે, જે ભારતીય શેરબજારની નકારાત્મક શરૂઆતનો સંકેત આપે છે.
આ સપ્તાહના આર્થિક ડેટા અને ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના નિવેદનની આગળ મેગાકેપ ગ્રોથ સ્ટોક્સ અને ચિપ કંપનીઓમાં વેચવાલીથી મંગળવારે યુએસ ઇન્ડેક્સ 1% કરતા વધુ ઘટ્યા હતા.
ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 404.64 પોઈન્ટ્સ અથવા 1.04% ઘટીને 38,585.19 પર જ્યારે S&P 500 52.3 પોઈન્ટ્સ અથવા 1.02% ઘટીને 5,078.65 પર છે. નાસ્ડેક કમ્પોઝિટ 267.92 પોઈન્ટ અથવા 1.65% ઘટીને 15,939.59 ના સ્તર પર છે.
Appleના શેરમાં 2.8% ઘટાડો થયો, જ્યારે ટેસ્લા 3.9% ઘટ્યો. માઇક્રોસ્ટ્રેટેજી શેર 21% ઘટ્યા. રિસર્ચ ફર્મ કાઉન્ટરપોઈન્ટના જણાવ્યા અનુસાર, Huawei જેવા સ્થાનિક હરીફોની વધતી જતી સ્પર્ધા વચ્ચે ચીનમાં Appleના iPhoneનું વેચાણ વાર્ષિક ધોરણે 24% ઘટ્યું છે.
રિપોર્ટ અનુસાર, ચાઈનીઝ સ્માર્ટફોન માર્કેટમાં એપલનો હિસ્સો ઘટીને 15.7% થઈ ગયો છે. આનાથી તે ચોથા સ્થાને આવી ગયું, જ્યારે એક વર્ષ અગાઉના સમયગાળામાં તેનો બજારહિસ્સો 19% હતો અને તે બીજા સ્થાને હતો.
વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સીના પુરવઠામાં વિક્ષેપને કારણે મંગળવારે બિટકોઈનના ભાવ $69,000 થી વધીને સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયા હતા. બિટકોઈનની કિંમત નવેમ્બર 2021માં સેટ થયેલા તેના અગાઉના $68,991ના રેકોર્ડને વટાવીને $69,191.94 થઈ ગઈ.