આજે સેન્સેક્સ અને નિફ્ટી રેડ ઝોનમાં જોવા મળ્યાં છે. સેન્સેક્સમાં ૨૫૦ પોઇન્ટ કરતાં વધુ કડાકો બોલાઇ ગયો છે, જ્યારે નિફ્ટી ૯૦ પોઇન્ટથી વધુ તૂટી છે. આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ ૨૬૮.૪૮ના ઘટાડા સાથે ૩૮,૧૨૧.૩૪ની સપાટી પર અને નિફ્ટી ૮૨.૫૫ પોઇન્ટ તૂટીને ૧૧,૫૦૬.૫૫ પર ટ્રેડ કરી રહી છે. મિડકેપ શેરમાં પણ દબાણ જોવા મળી રહ્યું છે અને સ્મોલકેપમાં નજીવી લેવાલી દેખાઇ રહી છે. બેન્કિંગ, ઓટો, એફએમસીજી, રિયલ્ટી, ઓઇલ એન્ડ ગેસ અને પાવર શેરમાં વેચવાલી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી પણ ૦.૫ ટકાના કડાકા સાથે ૨૭,૩૩૯ પર ટ્રેડ કરી રહી છે. અલબત્ત, આઇટી, મેટલ અને ફાર્મા શેરમાં ખરીદી જોવા મળી રહી છે. એક્સિસ બેન્ક, ઇન્ફોસિસ, લ્યુપિન, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ જેવા શેરમાં ૦.૮થી ૩.૮ ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે, પરંતુ યસ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવર ગ્રીડ, કોટક મહિન્દ્રા બેન્ક, ઓએનજીસી, ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ, હીરો મોટો જેવા શેર ૧.૨૫થી બે ટકા સુધી ગગડ્યા છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.