Gujarat: રાહુલ ગાંધી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ લઈને ગુજરાત પહોંચ્યા છે. ગુજરાતની મુલાકાતના ચાર દિવસ દરમિયાન રાહુલ ગાંધી છ જાહેરસભાઓને સંબોધશે.
કોંગ્રેસના પૂર્વ અધ્યGક્ષ રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ગુરુવારે પડોશી રાજસ્થાનથી ગુજરાત પહોંચી હતી, જ્યાં તેમની પાર્ટી તેમજ આમ આદમી પાર્ટી (AAP) ના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રા સાંજે 4.45 કલાકે રાજસ્થાનથી ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ પહોંચી હતી. રાહુલ ગાંધીને આવકારવા માટે એકઠા થયેલા લોકોએ તેમના સમર્થનમાં નારા લગાવ્યા, તેમાંથી ઘણાએ તો કોંગ્રેસી નેતા સાથે સેલ્ફી લેવાનો પણ પ્રયાસ કર્યો.