સલમાન ખાન તેમના જીજાજી આયુષ શર્માને ‘લવરાત્રિ’ ફિલ્મ મારફત લૉન્ચ કરી રહ્યા છે, પરંતુ બોલિવુડમાં પરિવારવાદ અને ફિલ્મ મારફતે બનેવીને લૉન્ચ કરવાના આ સમાચાર જૂના છે.
આ ફિલ્મ સાથે જોડાયેલા તાજા સમાચાર ખુદ સલમાન ખાને ટ્વીટ કરીને આપ્યા હતા.
સલમાને મંગળવારે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘લવરાત્રિ’નું નામ બદલીને ‘લવયાત્રી’ કરવામાં આવ્યું છે.
આ બાબતે મજાક કરતા સલમાને એવું પણ લખ્યું હતું કે ‘આ સ્પેલિંગ મિસ્ટેક નથી.’