ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ પીવા માટે છૂટછાટની સંભાવના ખૂબ ઓછી હોવાથી રાઈટ ટુ પ્રાઈવસી હેઠળ ઘરમાં દારૂ પીવાની છૂટ અંગે કોર્ટમાં અરજી આપવામાં આવી છે. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન આ મામલે રાજ્ય સરકારને પોતાના મંતવ્યો જણાવવા માટે કહ્યું છે. આ મામલે વધુ સુનાવણી આગામી મંગળવારના રોજ હાથ ધરાશે. આ એક્ટ હેઠળ દરેક વ્યક્તિને પોતાની મરજી મુજબ જીવવાનો અધિકાર છે, તેથી જ સરકાર પાસે આ માંગ કરવામાં આવી છે.
હાલમાં ગુજરાત સરકારે ઘણી પરમિટો રદ કરી દીધી છે. આ પરથી સરકાર તરફથી કોઈ પણ પ્રકારની છૂટછાટ મળે એવી કોઈ સંભાવના દર્શાય રહી નથી. આગામી મંગળવારના રોજ સુનાવણીમાં જો ઘરમાં દારૂ પીવાની છૂટછાટ આપવામાં આવે તો ગુજરાતમાં ઘણી જગ્યાએ ફટાકડા ફૂટે તો એમાં કંઈ નવાઈ પામવા જેવું રહેશે નહી, જેથી હવે ગુજરાતીઓને દારૂ પીવા માટે મુંબઈ , ગોવા અને રાજસ્થાન સુધી લાબું થવું પડશે નહી.
ગુજરાતમાં દારૂબંધી હોવાથી દારૂ તો ખુલ્લેઆમ મળતો નથી, પણ રોજ કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં ઠલવાય છે. પોલીસ અધિકારીઓ પણ તેમાંથી ભરણપોષણ મેળવે છે એવી ખુલ્લેઆમ ચર્ચા છે. હાઈકોર્ટે જો ગુજરાતમાં ઘરમાં દારૂ પીવાની પરમિશન આપી તો ગુજરાતમાં દારૂનો વ્યપાર બમણો થઈ જશે.