Suzuki V Strom 800 DE બાઇક ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. આ બાઇકની શરૂઆતી કિંમત 10.30 લાખ રૂપિયા એક્સ-શોરૂમ રાખવામાં આવી છે. આ બાઇક ત્રણ કલર વિકલ્પોમાં લાવવામાં આવી છે – ચેમ્પિયન યલો નંબર 2, ગ્લાસ મેટ મિકેનિકલ ગ્રે અને ગ્લાસ સ્પાર્કલ બ્લેક. તે Honda XL750 Translap, Kawasaki Versys 650, Triumph Tiger 900 અને BMW F 850 GS સાથે સ્પર્ધા કરશે.
પાવરટ્રેન
Suzuki V Strom 800 DEમાં 776 cc સમાંતર ટ્વીન એન્જિન છે, જે 73 bhp પાવર અને 78 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. તે 6-સ્પીડ ગિયરબોક્સ અને ટુ-વે ક્વિકશિફ્ટર સાથે જોડાયેલું છે.
વિશેષતા
આ બાઇકમાં સુઝુકી ટ્રેક્શન કંટ્રોલ, ABS સાથે 5-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, USB પોર્ટ, LED હેડલાઇટ, ટેલલાઇટ અને ટર્ન સિગ્નલ છે. આ બાઇકનું વજન 230 કિલો છે.
આ બાઇકમાં આગળના ભાગમાં 310mm ડિસ્ક બ્રેક અને પાછળના ભાગમાં 260mm ડિસ્ક બ્રેક છે. બાઇકમાં બાય-ડાયરેક્શનલ ક્વિક શિફ્ટર ઉપલબ્ધ છે.