IPL 2024માં 14મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ચાહકોને રોહિત શર્મા પાસેથી શાનદાર ઇનિંગ અને ઘણી ચોગ્ગા અને છગ્ગાની આશા હતી પરંતુ રોહિતે ચાહકોને નિરાશ કર્યા. જે બાદ રોહિત શર્માના નામે એક ખૂબ જ શરમજનક રેકોર્ડ નોંધાયો છે. રોહિત શર્મા મેચમાં પ્રથમ બોલ પર આઉટ થયો હતો. રોહિતને રાજસ્થાનના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત મોકલી દીધો હતો.
રોહિતના નામે શરમજનક રેકોર્ડ
આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમને રોહિત શર્મા પાસેથી ઘણી અપેક્ષાઓ હતી પરંતુ રોહિત મેચમાં ટીમની અપેક્ષાઓ પર ખરો ઉતરી શક્યો નહોતો. IPLમાં જોવામાં આવ્યું છે કે, ટ્રેન્ટ બોલ્ટ પહેલી જ ઓવરમાં ટીમની વિકેટ લે છે, એવું જ આ મેચમાં પણ જોવા મળ્યું છે. બીજી તરફ, હવે IPLમાં સૌથી વધુ ગોલ્ડન ડક્સ માટે આઉટ થવાનો શરમજનક રેકોર્ડ રોહિત શર્માના નામે નોંધાઈ ગયો છે. રોહિત શર્મા આઈપીએલમાં અત્યાર સુધી 17 વખત ગોલ્ડન ડક પર આઉટ થયો છે. રોહિત પહેલા RCBનો દિનેશ કાર્તિક પણ IPLમાં 17 વખત ગોલ્ડન ડક પર આઉટ થયો છે.
Rohit Sharma dismissed for a golden duck. pic.twitter.com/fx1gQY1MhI
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 1, 2024
IPLમાં સૌથી વધુ ગોલ્ડન ડક્સ પર આઉટ થયેલા ખેલાડીઓ
રોહિત શર્મા- 17 વખત
દિનેશ કાર્તિક- 17 વખત
પિયુષ ચાવલા- 15 વખત
મનદીપ સિંહ- 15 વખત
ગ્લેન મેક્સવેલ- 15 વખત
સુનીલ નારાયણ- 15 વખત
https://twitter.com/mufaddal_vohra/status/1774803133983785344
મેચમાં રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટની ખૂબ જ ખતરનાક બોલિંગ જોવા મળી હતી. બોલ્ટે તેની પહેલી જ ઓવરમાં મુંબઈ ઈન્ડિયન્સને બે મોટા ઝટકા આપ્યા હતા. પહેલા રોહિત શર્મા અને પછી નમન ધીરને ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન મોકલી દેવામાં આવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સે પાવરપ્લેમાં જ પોતાના ટોપ-4 બેટ્સમેનોની વિકેટો ગુમાવી દીધી છે.