MI vs RR : IPL 2024 ની 14મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે થશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પોતાના હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 125 રન બનાવ્યા હતા.
રાજસ્થાન 9 ઓવર પછી 68/3
9 ઓવર રમાઈ ગઈ છે અને રાજસ્થાન રોયલ્સે 3 વિકેટ ગુમાવીને સ્કોર બોર્ડ પર 68 રન બનાવી લીધા છે. રિયાન પરાગ 14 રન અને રવિચંદ્રન અશ્વિન 6 રન સાથે રમી રહ્યા છે.
આકાશ મધવાલે ફરી એકવાર પોતાનો જાદુ બતાવ્યો છે અને આ વખતે તેનો શિકાર જોસ બટલર બન્યો છે. આકાશે 13 રનના સ્કોર પર બટલરને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. રાજસ્થાનને ત્રીજો ફટકો 48ના સ્કોર પર લાગ્યો હતો.