અમેરિકા તેના આ પાડોશી દેશ વિરુદ્ધ યુદ્ધની તૈયારી કરી રહ્યું છે? વધુ એક યુદ્ધ જહાજ તૈનાત કર્યું
અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકાએ મોટું પગલું ભરતા વેનેઝુએલાની નજીક ત્રિનિદાદ અને ટોબેગોમાં તેના મિસાઈલ વિધ્વંસક (missile destroyer) યુએસએસ ગ્રેવલી (USS Gravely) ને તૈનાત કર્યું છે.
ત્રિનિદાદ અને ટોબેગોના PM એ શું કહ્યું?
ત્રિનિદાદ અને ટોબેગોના સરકારી અધિકારીઓ અને અમેરિકાએ કહ્યું છે કે આ વિશાળ યુદ્ધ જહાજ ગુરુવાર સુધી ત્રિનિદાદ અને ટોબેગોમાં જ રહેશે, જેથી બંને દેશો અભ્યાસ કરી શકે. ત્રિનિદાદ અને ટોબેગોના એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ એસોસિએટેડ પ્રેસને કહ્યું કે યુદ્ધ જહાજ મોકલવાનો નિર્ણય તાજેતરમાં લેવામાં આવ્યો હતો. ત્રિનિદાદ અને ટોબેગોના વડા પ્રધાન કમલા પ્રસાદ-બિસેસરને વેનેઝુએલાના જળક્ષેત્રમાં અમેરિકાની સૈન્ય હાજરી અને શંકાસ્પદ માદક દ્રવ્યોની તસ્કરી કરતી હોડીઓ પર જીવલેણ હુમલાઓ કરવાના પ્રબળ સમર્થક માનવામાં આવે છે.

અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે કેમ છે ટકરાવ?
કેરેબિયન સાગરમાં અમેરિકી સેનાની તૈનાતીને અત્યાર સુધીનું સૌથી મોટું ‘એન્ટી-નાર્કોટિક્સ મિશન’ કહેવામાં આવી રહ્યું છે. ટ્રમ્પ સરકાર નિકોલસ માદુરોની નેતૃત્વવાળી વેનેઝુએલાની સરકાર પર નશાના તસ્કરોને આશ્રય આપવાનો આરોપ લગાવતી રહી. બંને દેશો વચ્ચે વિવાદને ત્યારે હવા મળી જ્યારે ડ્રગ્સની તસ્કરીનું કેન્દ્ર માનીને ટ્રમ્પ સરકારે બીજો કાર્યકાળ શરૂ થતાં જ વેનેઝુએલાને ‘નાર્કો-ટેરર કાર્ટેલ’ ઘોષિત કરી દીધું. અમેરિકા દ્વારા ‘ટ્રેન દે અરાગુઆ ગેંગ’ને વિદેશી આતંકવાદી સંગઠન (Foreign Terrorist Organization – FTO) ઘોષિત કરવામાં આવ્યું છે.

ચૂંટણીમાં માદુરોની જીતને ગેરરીતિ (ધાંધલી) ગણાવવામાં આવી
નોંધનીય છે કે, જુલાઈ 2024માં વેનેઝુએલામાં રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ હતી જેમાં નિકોલસ માદુરોએ પોતાની જીતની ઘોષણા કરી અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. અમેરિકા સહિત અનેક પશ્ચિમી દેશોએ માદુરોની જીતને ગેરરીતિ ગણાવી અને વિપક્ષી નેતા એડમુંડો ગોન્ઝાલેઝને ચૂંટણીના વિજેતા કહ્યા. ત્યાર પછી જાન્યુઆરી 2025માં માદુરો સરકારનો ત્રીજો કાર્યકાળ શરૂ થયો તો અમેરિકાએ વેનેઝુએલા પર કડક આર્થિક પ્રતિબંધો લગાવી દીધા. ત્યાર બાદ વિપક્ષી નેતા મારિયા કોરિના માચાડોને વર્ષ 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો તો વેનેઝુએલાની માદુરો સરકારે તાનાશાહી વલણ અપનાવતા નોર્વેમાં દૂતાવાસ બંધ કરી દીધું. (ઇનપુટ એજન્સી સાથે)

