રસોઈમાં કોમેડીનો ડોઝ: ‘લાફ્ટર શેફ્સ’ની નવી સીઝન પાછી ફરી, આ સ્પર્ધકો કરશે ધમાલ
ટીવીનો કુકિંગ રિયાલિટી શો ‘લાફ્ટર શેફ્સ’ની ત્રીજી સીઝન પાછી ફરી રહી છે. વળી સ્પર્ધકોના નામ પણ જાહેર થઈ ગયા છે. ચાલો જાણીએ કે નવી યાદીમાં કયા કયા નામનો સમાવેશ થાય છે?
ટીવીનો પ્રખ્યાત રિયાલિટી કોમેડી-કુકિંગ શો ‘લાફ્ટર શેફ્સ’ તેની ત્રીજી સીઝન સાથે પાછો ફરી રહ્યો છે. શોની જાહેરાત થઈ ચૂકી છે અને તેની સાથે જ ‘લાફ્ટર શેફ્સ 3’ની નવી કાસ્ટ પણ રિવિલ થઈ ગઈ છે. આ વખતે જૂના સ્પર્ધકોની સાથે-સાથે નવા સ્પર્ધકો પણ કુકિંગનો તડકો લગાવતા જોવા મળશે. સીઝન 1 અને સીઝન 2 ની સફળતા પછી હવે મેકર્સ સીઝન 3 માં પણ સેલિબ્રિટી સ્પર્ધકોની સાથે પ્રેક્ષકોને કુકિંગની સાથે-સાથે હાસ્યનો ડોઝ આપતા જોવા મળશે. સોશિયલ મીડિયા પર નવા સ્પર્ધકોને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. ચાલો જાણીએ કે આ વખતે શોમાં કોણ-કોણ કુકિંગનો તડકો લગાવશે?

સીઝન 3 માં જોડાયેલા નવા સ્પર્ધકો
‘લાફ્ટર શેફ્સ 3’ માં આ વખતે જૂના સ્પર્ધકોની સાથે-સાથે નવા સ્પર્ધકોની જોડી જોવા મળવાની છે. શોની સીઝન 1 અને સીઝન 2 માં જોવા મળેલા સ્પર્ધકો પણ આ શોમાં સામેલ છે. અલી ગોની, કશ્મીરા શાહ, કૃષ્ણા અભિષેક, જન્નત ઝુબૈર, કરણ કુન્દ્રા, અભિષેક કુમાર, એલ્વિશ યાદવ અને સમર્થ જુરેલ ગત 2 સીઝનના સ્પર્ધકો છે, જે ત્રીજી સીઝનમાં પણ કુકિંગનો તડકો લગાવતા જોવા મળશે.
નવી જોડીઓમાં કોણ-કોણ?
જૂની કાસ્ટની સાથે-સાથે નવી કાસ્ટમાં તેજસ્વી પ્રકાશ, દેબીના બેનર્જી, ગુરમીત ચૌધરી, ઈશા સિંહ, ઈશા માલવિયા અને વિવિયન ડીસેના સામેલ છે. શોની જોડીઓની વાત કરીએ તો આ વખતે એલ્વિશ યાદવ-વિવિયન ડીસેના, ઈશા સિંહ-ઈશા માલવિયા, તેજસ્વી પ્રકાશ-કરણ કુન્દ્રા, દેબીના બેનર્જી-ગુરમીત ચૌધરી, કૃષ્ણા અભિષેક-કશ્મીરા શાહ, અલી ગોની-જન્નત ઝુબૈર અને અભિષેક કુમાર-સમર્થ જુરેલની જોડી પ્રેક્ષકોને જોવા મળશે.
View this post on Instagram
ક્યારે થશે ટેલિકાસ્ટ?
‘લાફ્ટર શેફ્સ 3’ ને ગત 2 સીઝનની જેમ જ ભારતી સિંહ અને હરપાલ સિંહ સોખી હોસ્ટ કરતા જોવા મળશે. મેકર્સે હજી શોની જાહેરાત કરી છે, પરંતુ હજી સુધી શોની રિલીઝ ડેટ સામે આવી નથી. જણાવી દઈએ કે ‘લાફ્ટર શેફ્સ 3’ કલર્સ પર જ ‘પતિ પત્ની ઔર પંગા’ની જગ્યાએ ટેલિકાસ્ટ થશે. ‘ફિલ્મીબીટ’ના અહેવાલ મુજબ ‘પતિ પત્ની ઔર પંગા’નો છેલ્લો એપિસોડ 16 નવેમ્બરના રોજ ટેલિકાસ્ટ થઈ રહ્યો છે. આ પછી 22 નવેમ્બરથી ‘લાફ્ટર શેફ્સ 3’ શરૂ થઈ શકે છે.

