શિયાળા માટે હોમમેઇડ લિપ બામ: હોઠને ફાટતા બચાવો, ઘરે બનાવો નેચરલ લિપ બામ
શિયાળાની ઋતુમાં ઠંડી અને સૂકી હવાને કારણે હોઠ ફાટી જાય છે અને સૂકા દેખાય છે. આવા સમયે હોઠને મુલાયમ અને ચમકદાર જાળવી રાખવા માટે તેની સંભાળ લેવી જરૂરી છે. બજારમાં મળતા લિપ બામમાં ઘણીવાર કેમિકલની ભેળસેળ હોય છે, જેનાથી હોઠ કાળા પડી શકે છે. તેથી, હવે તમે ઘરે જ થોડી મહેનત કરીને અને કેટલીક ઘરેલું વસ્તુઓનો ઉપયોગ કરીને શિયાળા માટે નેચરલ લિપ બામ તૈયાર કરી શકો છો, જેનાથી તમારા હોઠ શિયાળામાં પણ મુલાયમ અને સુંદર દેખાશે.

હોમમેઇડ લિપ બામ કેવી રીતે બનાવશો?
સામગ્રી
- 1 ચમચી ઘી (શુદ્ધ દેશી ઘી)
- 1 ચમચી એલોવેરા જેલ
- 2-3 ટીપાં વિટામિન E તેલ
- 1-2 ટીપાં એસેન્શિયલ તેલ (જેમ કે લવંડર, ગુલાબ અથવા ફુદીનો)

બનાવવાની રીત
- લિપ બામ બનાવવા માટે એક નાના વાસણમાં ઘીને સારી રીતે પીગાળી લો.
- જ્યારે તે સંપૂર્ણપણે પીગળી જાય, ત્યારે તેને ગેસ પરથી ઉતારીને 1-2 મિનિટ માટે ઠંડુ થવા દો.
- હવે તેમાં એલોવેરા જેલ, વિટામિન E તેલ અને એસેન્શિયલ તેલ નાખીને સારી રીતે મિક્સ કરો.
- જો મિશ્રણ થોડું અલગ થઈ રહ્યું હોય, તો જ્યાં સુધી તે સ્મૂધ (એકરસ) ન થાય ત્યાં સુધી સતત હલાવતા રહો.
- આ પછી, તેને કોઈ નાના કાચના ડબ્બામાં ભરી દો.
- તેને ફ્રિજમાં અથવા ઠંડી જગ્યાએ 1 થી 2 કલાક માટે ઠંડુ થવા દો, જેથી તે જામી જાય.
તૈયાર છે તમારો નેચરલ હોમમેઇડ લિપ બામ!
