England Squad T20 World Cup 2024 : ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે T20 વર્લ્ડ કપ 2024 માટે તેની પ્રારંભિક 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. બોર્ડે જોસ બટલરને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. આ સાથે આ ખેલાડીઓને પાકિસ્તાન સામેની ટી-20 સિરીઝ માટે પણ પસંદ કરવામાં આવ્યા છે. 1 જૂનથી T20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે. બટલર હાલમાં ભારતમાં છે અને IPL 2024માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહ્યો છે અને શાનદાર ફોર્મમાં છે.
IPL 2024માં રમી રહેલા અને સારું પ્રદર્શન કરી રહેલા ઈંગ્લેન્ડની ટીમના મોટાભાગના ખેલાડીઓને તક મળી છે. જોસ બટલરે IPL 2024માં અત્યાર સુધી 8 મેચમાં 319 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 સદી ફટકારી છે. બટલરની સાથે મોઈન અલી અને જોફ્રા આર્ચરને પણ સ્થાન મળ્યું છે. આર્ચર લાંબા સમયથી ઈંગ્લેન્ડની ટીમની બહાર હતો. ઈજાના કારણે તે મેદાનથી દૂર હતો. પરંતુ હવે તે પુનરાગમન કરી રહ્યો છે.
https://twitter.com/englandcricket/status/1785240638344077805
વિસ્ફોટક બેટ્સમેન ફિલિપ સોલ્ટ, વિલ જેક્સ અને જોની બેયરસ્ટોને પણ T20 વર્લ્ડ કપ 2024ની ટીમમાં તક મળી છે. આ સિવાય હેરી બ્રુક અને લિયામ લિવિંગસ્ટોનને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. ઈંગ્લેન્ડના બોલરોની વાત કરીએ તો માર્ક વુડ, રીસ ટોપલી અને આદિલ રાશિદ ટીમનો ભાગ છે.
T20 વર્લ્ડ કપ 2024 માટે ઈંગ્લેન્ડની ટીમ – જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી (વાઈસ-કેપ્ટન), ફિલ સોલ્ટ, વિલ જેક્સ, જોની બેરસ્ટો, હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરાન, જોફ્રા આર્ચર, ક્રિસ જોર્ડન, માર્ક વુડ, રીસ ટોપલી, આદિલ રશીદ, ટોમ હાર્ટલી, બેન ડકેટ.