ગુજરાત પ્રદેશના કોંગ્રેસ પાર્ટીનું માળખું આજે સાંજ સુધીમાં બહાર પડે એવી શક્યતા જણાઈ રહી છે. સંગઠનના ઉપપ્રમુખ અને મહામંત્રીમાં અનુભવી અને યુવા નેતાઓનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત મંત્રી તરીકે નવા ચહેરાઓને સ્થાન મળશે.
પ્રદેશ કોંગ્રેસનું નવું માળખુ જાહેર થયા બાદ ગણતરીના દિવસોમાં કોંગ્રેસ સંગઠનની બેઠક મળશે. જેમાં મહામંત્રી, એક પ્રમુખ અને બે મંત્રીને લોકસભાની જવાબદારી સોંપવામાં આવશે