Bharuch: અંકલેશ્વર શહેરના કાંઞદીવાડ વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો 7 લાખ ઉપરાંતના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ ની ચોરી કરી ફરાર થઇ જતાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરીયાદ દાખલ કરાઈ હતી
બનાવની પ્રાપ્ત પોલીસ સુત્રીય માહિતી મુજબ ફરિયાદી જાવિદ શબ્બીર મુનશી રહેવાસી કાઞદીવાડ ટેકરો ડેલાવાળાની બાજુમાં અંકલેશ્વર ખાતે પોતાની પત્ની તેમજ સંતાનો સાથે રહે છે હાલ વેકેશન ચાલતું હોવાથી તેઓની પત્ની તેમજ સંતાનો તેમની સાસરી કોસંબા ખાતે ગયા હતા. ફરિયાદી ઝઘડિયા જીઆઇડીસીમાં કોહલર ઇન્ડિયા કંપની પ્રાઇવેટ લિમિટેડ માં નોકરી કરતા હોય સવારે 4:30 વાગ્યાની આસપાસ નોકરી પર જવા નીકળી ગયા હતા.
ત્યારબાદ નોકરી પરથી સાંજે 4:00 વાગ્યે ઘરે પરત આવતા લોખંડની ગ્રીલ બંધ હાલતમાં હતી તેનો નકુચો અર્ધ બંધ હાલતમાં હતોતેમ જ ધરના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં હતો ફરીયાદી એ ઘરનો દરવાજો ખોલી જોતા તમામ સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો જેને લઈ તેઓએ તાત્કાલિક ચેક કરતા બંને તિજોરીના લોક પણ તૂટેલી હાલતમાં હતા બંને તિજોરીમાં સોનાના દાગીના કે જેનો આશરે વજન 11.4 તોલા કે જેની આશરે કિંમત 6,84,000 તેમજ ચાંદીના દાગીના કે જેનું વજન આશરે 70 ગ્રામ કે જેની આશરે કિંમત 5950 તેમજ તિજોરી માં રાખેલ રોકડા રૂપિયા 27,000 ઞાયબ હતા જેને લઇ ફરીયાદી દ્વારા તાત્કાલિક અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે. સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ 7 16,950 રુપિયા ની ચોરીનો ગુનો દાખલ કરી ડોઞ સકૉવડ તેમજ ફિંગર પ્રિન્ટની મદદથી તસ્કરોને પગેરું શોધવાની કવાયત હાથ ધરી હતી,