Delhi Excise Policy Case: દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી લંબાવવામાં આવી છે. રાઉઝ એવન્યુ કોર્ટે ન્યાયિક કસ્ટડી 31 મે સુધી લંબાવી છે.
મનીષ સિસોદિયા જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટે સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 31 મે સુધી લંબાવી છે. આ કેસની આગામી સુનાવણી 31 મેના રોજ બપોરે 12 વાગ્યે રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે.
રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 31 મે સુધી લંબાવી છે. મનીષ સિસોદિયા જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયા હતા.