Lok Sabha Elections Result: આજરોજ ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે હરિયાળી ગૃપ ટ્રસ્ટ – બીલીમોરા અને તેજસ્વિની સંસ્કૃતિ ધામના સંયુક્ત ઉપક્રમે ડાંગના તેજસ્વિની સંસ્કૃતિ ધામ ખાતે પ્રકૃતિનાં ત્રણ અલગ અલગ પ્રકલ્પોને નાના પાયે પુનઃ જીવંત કરવામાં આવ્યા.નાના મોટા કુલ ૨૦૦૦ કરતા વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ, વરસાદી પાણીના સંગ્રહ માટે ૩૦૦ ફૂટ લંબાઈ – દોઢ ફૂટ પહોળાઈ અને ઉંડાઇ ની ખાઈનું નિર્માણ, બે જૂના કુવાઓ અને એક ૩૫૦ ફૂટના બોરને આધુનિક પદ્ધતિથી રિચાર્જ દ્વારા પુનઃ કાર્યરત કરવામાં આવ્યા.આ પ્રસંગે સુશ્રી બ્રહ્મવાદીની પૂજ્ય હેતલ દીદી, આચાર્ય શ્રી કેતન દાદા, શ્રી નીતિન ભાઈ મહેતા ( દાતા શ્રી ), હરીયાળી ગૃપ ટ્રસ્ટના પ્રમુખ શ્રી દીપેશભાઈ પટેલ, વસૂર્ણા નાં રાજા સાહેબ, IFS અધિકારી શ્રી સુરેશ મીનાજી, ACF શ્રી આરતીબેન ડામોર, RFO શ્રી સરસ્વતી ભોંયા સહિત અન્ય સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરુઆત ડાંગી સંસ્કૃતિ નૃત્ય સાથે મહેમાનોનું સ્વાગત કરી પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી,
ત્યારબાદ ડૉ. નીલ દેસાઈ દ્વારા જીવ માત્ર માટે પર્યાવરણનું મહત્વ, વરસાદી પાણીના સંગ્રહની જરૂરિયાત અને મહત્વ, અને હરીયાળી ગૃપની પ્રવૃત્તિઓ વિશે પ્રાથમિક માહીતિ આપવામાં આવી.પૂજ્ય હેતલ દીદી દ્વારા ઉપસ્થિત સર્વેને આશીર્વચન આપી પ્રકૃતિ પ્રત્યે અહોભાવ જાળવી રાખવા આહવાન કરવામાં આવ્યુ, સાથે જ વનવિભાગનાં અધિકારીઓ દ્વારા પણ એમનાં વક્તવ્યમાં વૃક્ષારોપણ અને એમના કાળજી પૂર્વક ઉછેર માટે જણાવવામાં આવ્યુ.ત્યારબાદ સ્થળ પર મહેમાનોનાં હસ્તે પારિજાત, બીલી, વડ, પીપળો, ગરમાળો જેવા વિવિધ રોપાઓનું રોપણ કરવામાં આવ્યુ.સાથે શ્રીફળ અને કંકુ ચોખા અર્પણ કરી બે કૂવાઓ અને એક વરસો જૂના બોર ને આધુનિક પધ્ધતિ સાથે રીચાર્જ માટે તૈયાર કર્યાં.
જેમાં આ ચોમાસે કંઈ કેટલાય હજારો ગેલન વરસાદી પાણી જમીનમાં ઉતારી શકાશે.આજના આ કાર્યક્રમનાં કોઓર્ડીનેટર તરીકે હરિયાળી ગૃપના ડૉ. નીલ દેસાઈ અને મુકેશભાઈ પટેલે સંપૂર્ણ જવાબદારી નિભાવી હતી.કાર્યક્રમ ને સફળ બનાવવા હરિભાઈ,ધનસુખભાઈ,નિકીતા બહેન,સરસ્વતી બેન,વિનોદભાઈ,યશ,ઋત્વિક,હિતાર્થે પણ ભારે જહેમત ઉઠાવી…