Narendra Modi 3.0 Cabinet:નરેન્દ્ર મોદીની સાથે લગભગ 52 થી 55 મંત્રીઓ શપથ લઈ શકે છે. રાજસ્થાનના ભાજપના સાંસદ અર્જુન રામ મેઘવાલને મોદીની નવી સરકારમાં સ્થાન મળી શકે છે.
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ કેન્દ્ર સરકારની રચના માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. શપથ ગ્રહણ કાર્યક્રમ રવિવારે (9 જૂન) સાંજે 7.15 કલાકે યોજાશે. નરેન્દ્ર મોદીની સાથે લગભગ 52 થી 55 મંત્રીઓ શપથ લઈ શકે છે. જેમાં 19 થી 22 કેબિનેટ મંત્રીઓ અને લગભગ 33 થી 35 રાજ્યકક્ષાના મંત્રીઓ શપથ લઈ શકે છે. મોદી સરકારની કેબિનેટમાં જ્ઞાતિને બદલે પ્રાદેશિક સંતુલન પર ભાર આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. રાજસ્થાનના ભાજપના અનેક નેતાઓને મંત્રી પદની જવાબદારી આપવામાં આવે તેવી શક્યતા છે.
રાજસ્થાનના ભાજપના સાંસદો અર્જુન રામ મેઘવાલ અને ભૂપેન્દ્ર યાદવને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં સ્થાન આપવામાં આવી શકે છે . બિકાનેર લોકસભા ક્ષેત્રમાં ભાજપે અર્જુન રામ મેઘવાલને મેદાનમાં ઉતાર્યા હતા અને તેમણે કોંગ્રેસના ઉમેદવારને હરાવીને જીત મેળવી છે.