SpiceJet: બજેટ એરલાઇન સ્પાઇસજેટે પર્યાપ્ત માંગના અભાવને ટાંકીને બે મહિનાની અંદર હૈદરાબાદથી અયોધ્યાની સીધી ફ્લાઇટ સેવા બંધ કરી દીધી છે. સ્પાઈસજેટે આ વર્ષના એપ્રિલની શરૂઆતમાં હૈદરાબાદ-અયોધ્યા રૂટ પર સાપ્તાહિકમાં ત્રણ વખત સીધી ફ્લાઈટ શરૂ કરી હતી. જીએમઆર ગ્રુપ દ્વારા સંચાલિત હૈદરાબાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે, “સ્પાઈસજેટે 1 જૂનથી હૈદરાબાદથી અયોધ્યાની તેની સીધી ફ્લાઈટ સેવા બંધ કરી દીધી છે.
એરલાઈન્સ આ ફ્લાઈટ સેવાઓ તેલંગાણાની રાજધાનીથી અયોધ્યા સુધી અઠવાડિયામાં ત્રણ વખત ચલાવતી હતી. સ્પાઇસજેટના પ્રવક્તાએ નિવેદનમાં જણાવ્યું હતું કે, “ફ્લાઇટ શેડ્યૂલ સંપૂર્ણપણે વ્યાપારી વિચારણા અને માંગ પર આધારિત છે. જો કે, અમે હજુ પણ અયોધ્યાથી ચેન્નાઇ સુધી સેવાઓનું સંચાલન કરી રહ્યા છીએ.”
અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણ બાદ પેસેન્જર ટ્રાફિકમાં વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ફ્લાઈટ સેવાઓ શરૂ કરવામાં આવી હતી. સ્પાઈસજેટે રામ મંદિર અભિષેક સમારોહમાં હાજરી આપવા માટે 21 જાન્યુઆરીએ દિલ્હીથી અયોધ્યા માટે વિશેષ ફ્લાઇટનું સંચાલન કર્યું હતું.