Switzerland Blast: સ્વિસ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે વિસ્ફોટ બાદ એપાર્ટમેન્ટમાંથી ધુમાડાના ગોટેગોટા ઉછળ્યા જે દૂરથી દેખાતા હતા. તેમણે કહ્યું કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ શહેરની બહાર પણ સંભળાયો. તેમજ પોલીસે જણાવ્યું હતું કે આગ એપાર્ટમેન્ટના અનેક માળ સુધી ફેલાઈ ગઈ હતી પરંતુ સમયસર ઈમારતને ખાલી કરાવવામાં આવી હતી.
ઉત્તરી સ્વિટ્ઝરલેન્ડમાં શુક્રવારે એક એપાર્ટમેન્ટમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. બ્લાસ્ટ એપાર્ટમેન્ટના અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં સ્થિત ગેરેજમાં થયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે બે લોકોના મોત થયા અને 11 લોકો ઘાયલ થયા.
સ્વિસ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે વિસ્ફોટ બાદ એપાર્ટમેન્ટમાંથી ધુમાડાના ગોટેગોટા ઉછળ્યા હતા, જે દૂરથી દેખાતા હતા. તેમણે કહ્યું કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ શહેરની બહાર પણ સંભળાયો. પોલીસે એમ પણ કહ્યું હતું કે આગ એપાર્ટમેન્ટના અનેક માળ સુધી ફેલાઈ ગઈ હતી, પરંતુ સમયસર ઈમારતને ખાલી કરાવવામાં આવી હતી.
અકસ્માતને કારણે વિસ્ફોટ થયો હતો – પોલીસ
ઉત્તર-પશ્ચિમ ઝ્યુરિચના નાના શહેર ઓબર્સિગેન્થલના નુસબાઉમેન વિસ્તારમાં ગુરુવારે સાંજે લગભગ 7 વાગ્યે વિસ્ફોટ થયો હતો. પોલીસનું કહેવું છે કે વિસ્ફોટ અકસ્માતને કારણે થયો હતો. પોલીસે આ કેસને લગતી વધુ માહિતી આપી નથી.