Breaking: મુંબઈને અડીને આવેલા મીરા રોડ પરની હોસ્પિટલમાં બોમ્બની ધમકી મળી છે. આ પછી પોલીસે હોસ્પિટલ પાસે બેરિકેડિંગ કરીને નાગરિકોની અવરજવર અટકાવી દીધી છે. પોલીસે બોમ્બની તપાસ માટે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડને બોલાવી છે. હોસ્પિટલ પર ધમકીભર્યો મેલ આવ્યો હતો.
પોલીસે હૉસ્પિટલ પાસે બેરિકેડિંગ કરીને સામાન્ય લોકોની અવરજવર અટકાવી દીધી છે. પોલીસે બોમ્બની તપાસ માટે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડને બોલાવી છે.
VIDEO | Wockhardt Hospital in Mumbai received bomb threat, following which the police have barricaded the area. Investigation is underway. pic.twitter.com/hJIkCwrA5J
— Press Trust of India (@PTI_News) June 17, 2024
મુંબઈના મીરા રોડ સ્થિત વોકહાર્ટ હોસ્પિટલને સોમવારે ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી. હોસ્પિટલમાં બોમ્બની ધમકી મળ્યા બાદ પોલીસે લોકોની અવરજવરને રોકવા માટે પરિસરમાં બેરિકેડ લગાવી દીધા હતા. મીરા-ભાઈંદર, વસઈ-વિરાર (MBVV) પોલીસે જણાવ્યું હતું કે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તપાસ માટે સ્થળ પર પહોંચી ગયા છે.