Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થઈ રહ્યું છે, જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો છે.
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થઈ રહ્યું છે, જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો છે. બારામુલ્લાના રફિયાબાદ વિસ્તારના વોટરગામ હદીપોરામાં એક દિવસ ચાલેલા સર્ચ ઓપરેશન બાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું.
માનવામાં આવે છે કે આ વિસ્તારમાં બે આતંકીઓ ફસાયેલા છે, સતત ફાયરિંગ ચાલુ છે. આ પહેલા સોમવારે કેન્દ્રશાસિત પ્રદેશના બાંદીપોરા જિલ્લામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા પછી, સુરક્ષા દળોએ રવિવારે રાત્રે જિલ્લાના અરગામ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું.
કાશ્મીર ઝોન પોલીસે શું કહ્યું?
અધિકારીઓએ જણાવ્યું કે બુધવારે સવારે બારામુલ્લા જિલ્લાના વોટરગામ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. આ બાબતે કાશ્મીર ઝોન પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું.
#Encounter has started at Hadipora area of PD #Sopore. Police and security forces are on the job. Further details shall follow.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) June 19, 2024