Kaprada:
- ગરીબ આદિવાસી પરિવારોએ સામાન્ય બીમારીની સારવાર માટે શહેરોમાં જઈ ખાનગી હોસ્પિટલમાં મોંઘી દાટ સારવાર લેવી પડે છે.
- પી.એચ.સી. સેન્ટરો કેટલાક ગામોમાં મહિનામાં એક જ વાર ખોલવામાં આવે છે અને બાકીના દિવસો બંધ હાલતમાં હોય છે.
- સ્થાનિક આરોગ્ય વિભાગના અધિકારીઓની બેદરકારીને કારણે ગરીબ આદિવાસી આર્થિક ભીંસમાં મુકાયો છે
- આરોગ્ય વિભાગને અનેકવાર રજૂઆત કરી છે પરંતુ અધિકારીઓ આ ગંભીર પ્રશ્ન માટે ગંભીરતા દાખવતા નથી.
કપરાડા તાલુકાના ગામડાઓમાં ગરીબ આદિવાસીઓ માટે સરકારે પી.એચ.સી. સેન્ટર દવાખાના શરૂ કર્યા હતા.
પરંતુ આ સેન્ટરમાં ડોક્ટર કે નર્સ આવતા નથી જેને કારણે આ સેન્ટરો બંધ હાલતમાં પડી ખંડેર થઈ રહ્યા છે કેટલાક ગામોમાં દવાખાના માત્ર મહિનામાં એક કે બે દિવસ ખોલવામાં આવે છે જેને કારણે ગરીબ આદિવાસી પરિવારોએ સામાન્ય બીમારીમાં પણ ખાનગી હોસ્પિટલમાં જઈ મોંઘી દાટ સારવાર લેવી પડે છે સરકારે કરોડોના ખર્ચે ઊભા કરેલા પી.એચ.સી. સેન્ટરો આરોગ્ય વિભાગના અધિકારીઓને કારણે બંધ હાલતમાં પડ્યા છે આ સંદર્ભે સ્થાનિકોએ અનેક વાર રજૂઆતો કરી હોવા છતાં આરોગ્ય વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી
પ્રાપ્ત વિગત અનુસાર વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ગામડાઓમાં વસવાટ કરતા
ગરીબ આદિવાસી પરિવારોને ઘર આંગણે સારી અને ઝડપી સારવાર મળી રહે એવા ઊંડા હેતુથી સરકારે ગામડાઓમાં કરોડોના ખર્ચે પી.એચ.સી. સેન્ટરો ઉભા કર્યા છે પરંતુ આરોગ્ય વિભાગની બેદરકારીને કારણે કરોડોના ખર્ચે બનાવેલ પી.એચ.સી. સેન્ટર બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે.
કપરાડા તાલુકાના વરોલી જંગલ, ફતેપુર,પિપરવાણી , મધુબન, રાયમડનગર, ટીસકરી જંગલ, બુરવડ,તેરી ચીખલી, બામણવાડ, લિખવડ, ચેપા, સર્વટાટી, શિગારટાટી, કરચોણ, હેડલ બારી, ભાઠેરી, ગઢવી, ટુકવાડા, કુમસેત, ધારણમાળ, નાની પલસાણા સહિત અન્ય ગામોમાં પી.એચ.સી. સેન્ટરો બંધ હાલતમાં જોવા મળે છે અમુક ગામોમાં પી.એચ.સી. સેન્ટરોમાં કાયમી ધોરણે ડોક્ટરો આવતા નથી અને અમુક દવાખાના મહિનામાં એક દિવસ ખુલે છે ઉપરાંત અઠવાડિયામાં એક કે બે દિવસ દવાખાના ખુલે છે અને બાકીના દિવસો દરમિયાન દવાખાના બંધ રહેતા હોય છે જેના કારણે ગરીબ આદિવાસીઓને સામાન્ય બીમારીની સારવાર લેવા માટે પણ 50 થી 60 કિલોમીટર ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવાર લેવા જવું પડે છે.
વધુમાં કોરોના કાળ દરમિયાન દરેક પીએમસી સેન્ટરો ધમધમતા હતા
કોરોના 2020-21 સુધી ચાલુ હતા કોરોના ગયો પછી દવાખાના પી.એચ.સી સેન્ટરો બંધ થઈ ગયા હતા પી.એચ.સી. સેન્ટરો બંધ રહેતા ગરીબ આદિવાસી પરિવારોની હાલત કહોડી બની છે આ બાબતે ગામના સ્થાનિકોએ અનેક વાર રજૂઆત કરી છે અને તાત્કાલિક ધોરણે પી.એચ.સી. સેન્ટરો ચાલુ કરવાની માંગ કરી છે પરંતુ સ્થાનિક આરોગ્ય વિભાગના અધિકારીઓ આ ગંભીર પ્રશ્ન માટે કોઈ કાર્યવાહી કરતા નથી.