Madhya Pradesh Earthquake: મધ્યપ્રદેશના ખંડવામાં શુક્રવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના સમાચાર મળતા જ લોકો ઘરની બહાર આવી ગયા હતા. મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના ખંડારામાં શુક્રવારે રાત્રે લગભગ 9.04 કલાકે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 માપવામાં આવી હતી. રાહતની વાત એ છે કે અત્યાર સુધી આ ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
EQ of M: 3.6, On: 21/06/2024 09:04:19 IST, Lat: 21.77 N, Long: 76.53 E, Depth: 10 Km, Location: Khandwa, Madhya Pradesh.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia @Indiametdept pic.twitter.com/dpphWOF2s1— National Center for Seismology (@NCS_Earthquake) June 21, 2024
પરંતુ ભૂકંપના કારણે લોકો ખૂબ જ ગભરાઈ ગયા હતા અને ઘરની બહાર નીકળી ગયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર ખંડવાથી 10 કિલોમીટર દૂર હોવાનું કહેવાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે ભૂકંપના આ આંચકા ગુલમોહર કોલોની, હાઉસિંગ બોર્ડ કોલોની, આનંદ નગર, નવકાર નગર, સિંહદ તલાઈ, માતા ચોક, એલઆઈજી અને કીર્તિ નગર સહિત આસપાસની કોલોનીઓમાં અનુભવાયા હતા. આ દરમિયાન કેટલીક જગ્યાએ વિસ્ફોટ જેવા અવાજો પણ સંભળાયા હતા.