NEET UG Row: શિક્ષણ મંત્રાલયે પરીક્ષાઓનું પારદર્શક, સરળ અને સમાન સંચાલન સુનિશ્ચિત કરવાના હેતુથી નિષ્ણાતોની ઉચ્ચ-સ્તરીય સમિતિની સ્થાપના કરી છે.
આ સમિતિને પરીક્ષા પ્રક્રિયાઓને વધારવા, ડેટા સુરક્ષા પ્રોટોકોલ્સમાં સુધારો કરવા અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના માળખા અને કામગીરીની સમીક્ષા કરવા માટે સુધારાની ભલામણ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. સમિતિને બે મહિનામાં તેના તારણો મંત્રાલયને સુપરત કરવા સૂચના આપવામાં આવી છે.
સાત સભ્યો ધરાવતી આ સમિતિની અધ્યક્ષતા ISROના ભૂતપૂર્વ વડા ડૉ. કે રાધાકૃષ્ણન કરશે. અન્ય સભ્યોમાં ડૉ. રણદીપ ગુલેરિયા, પ્રો. બી જે રાવ, પ્રો. રામમૂર્તિ કે, પંકજ બંસલ, આદિત્ય મિત્તલ અને ગોવિંદ જયસ્વાલનો સમાવેશ થાય છે.
Ministry of Education constitutes a High-Level Committee of Experts to ensure transparent, smooth and fair conduct of examinations. Committee to make recommendations on Reform in the mechanism of the examination process, improvement in Data Security protocols and structure and… pic.twitter.com/TJ9NqqUJMi
— ANI (@ANI) June 22, 2024