PNB ભરતી ૨૦૨૫: પંજાબ નેશનલ બેંકમાં LBO પદો પર ભરતી જાહેર, જાણો લાયકાત, અરજી પ્રક્રિયા અને ફી
જો તમે બેન્કિંગ સેક્ટરમાં કારકિર્દી બનાવવા માંગો છો, તો તમારા માટે આ એક શાનદાર તક છે. પંજાબ નેશનલ બેંક (PNB) એ લોકલ બેંક ઓફિસર (LBO) ના પદો પર મોટી ભરતીની જાહેરાત કરી છે. રસ ધરાવતા ઉમેદવારો ૨૩ નવેમ્બર ૨૦૨૫ સુધી અરજી કરી શકે છે.
કુલ પદોની સંખ્યા
આ ભરતી અભિયાન દ્વારા કુલ ૭૫૦ પદો પર યોગ્ય ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
અરજી કરનારા ઉમેદવારો પાસે ભારત સરકાર અથવા તેના નિયમનકારી સંસ્થાઓ દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી કોઈપણ વિષયમાં સ્નાતક (Graduation) ની ડિગ્રી હોવી જરૂરી છે.

- ઉમેદવાર પાસે રજીસ્ટ્રેશનના સમયે સ્નાતકની ડિગ્રી અથવા માર્કશીટ હોવી જોઈએ.
- ઓનલાઈન અરજી દરમિયાન ઉમેદવારોએ સ્નાતકમાં મેળવેલા માર્ક્સની ટકાવારી પણ દાખલ કરવાની રહેશે.
વય મર્યાદા
- ન્યૂનતમ ઉંમર: ૨૦ વર્ષ
- મહત્તમ ઉંમર: ૩૦ વર્ષ
(સરકારી નિયમો અનુસાર અનામત વર્ગોને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.)
અરજી ફી
| શ્રેણી (Category) | અરજી ફી |
| SC/ST/દિવ્યાંગ વર્ગના ઉમેદવારો માટે | ₹ ૫૯ |
| અન્ય તમામ શ્રેણીઓના ઉમેદવારો માટે | ₹ ૧૧૮૦ |
ઉમેદવારો અરજી ફીનું ચુકવણું ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, યુપીઆઈ (UPI), આઇએમપીએસ (IMPS), કેશ કાર્ડ અથવા મોબાઇલ વોલેટ દ્વારા કરી શકે છે.
અરજી પ્રક્રિયા
- સૌ પ્રથમ ઉમેદવારો PNB ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
- હોમપેજ પર ‘Recruitment for LBO Posts 2025’ લિંક પર ક્લિક કરો.
- નવી વિન્ડો ખુલતા ઉમેદવાર રજીસ્ટ્રેશન કરે.
- માગવામાં આવેલી તમામ માહિતી ભરો અને અરજી પત્ર સબમિટ કરો.
- ફી ચુકવ્યા પછી અરજીના કન્ફર્મેશન પેજની કોપી ડાઉનલોડ કરો.
- અરજીની પ્રિન્ટઆઉટ કાઢીને સુરક્ષિત રાખો.

મહત્વપૂર્ણ તારીખ
- અરજી કરવાની અંતિમ તારીખ: ૨૩ નવેમ્બર ૨૦૨૫
સત્તાવાર વેબસાઇટ
વધુ માહિતી માટે ઉમેદવારો પંજાબ નેશનલ બેંકની સત્તાવાર વેબસાઇટ www.pnbindia.in પર જઈ શકે છે.
