તમે પણ કરો છો આ ભૂલ? જાણો જામફળ ખાવાની સાચી રીત, નહીં તો થશે નુકસાન.
જામફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે. જામફળમાં ફાઇબર અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે. શિયાળામાં બીમારીઓને શરીરથી દૂર રાખવા માટે રોજનું 1-2 જામફળ અવશ્ય ખાવું જોઈએ. પરંતુ, તે ક્યારે અને કેવી રીતે ખાવું તે જાણવું જરૂરી છે.
શું સવારે ખાલી પેટે જામફળ ખાવું?
સવારે ખાલી પેટે જામફળ ખાઈ શકાય છે, પરંતુ કેટલાક લોકોને તેનાથી પરેશાની થઈ શકે છે.
જો તમને શરદી-સુકામ થઈ ગયો હોય અથવા તમારું પાચનતંત્ર (Digestive System) નબળું હોય, તો સવારે ખાલી પેટે જામફળ ખાવાનું ટાળવું જોઈએ.

- જામફળના બીજ પચવામાં સમય લે છે. ઘણી વખત સવારે ખાલી પેટે જામફળ ખાવાથી પેટમાં દુખાવો અથવા શરદી-સુકામની સમસ્યા વધી શકે છે.
- આથી, હેલ્થ એક્સપર્ટ્સ જામફળ ખાવાનો સૌથી સારો સમય નાસ્તા પછીનો માને છે. હળવું કંઈક ખાધા પછી જામફળ ખાઈ શકાય છે.
જામફળ ખાવાનો શ્રેષ્ઠ સમય કયો છે?
જામફળ ખાવાનો સૌથી શ્રેષ્ઠ સમય બપોરનો છે.
-
- તમે બપોરના ભોજન પછી અથવા સાંજે 3-4 વાગ્યાની આસપાસ જામફળ ખાઈ શકો છો.
- આ સમયે જામફળ શરીરને ભરપૂર ફાયદાઓ પહોંચાડે છે અને તેનાથી કોઈ નુકસાન થતું નથી.

