Anant Ambani Wedding : બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના લાડકા પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં વર બનવા જઈ રહ્યા છે. અનંત તેની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે 12મી જુલાઈએ ભવ્ય લગ્નનું આયોજન કરી રહ્યો છે. લગ્ન પહેલા કપલના પ્રી-વેડિંગ ફંક્શન ચર્ચામાં છે. હાલમાં જ અનંત અંબાણીના ફાઈનલ શો એટલે કે શુભ લગ્ન દિવસની ગેસ્ટ લિસ્ટ સામે આવી છે. ઈકોનોમિક ટાઈમ્સે લગ્ન સમારોહમાં ભાગ લેનારા મહેમાનોની યાદી શેર કરી છે. અનંત અને રાધિકા મુંબઈના બાંદ્રા કુર્લા સેન્ટર (BKC) સ્થિત Jio વર્લ્ડ સેન્ટરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. હવે સમાચાર છે કે આ લગ્નમાં મોડલ કિમ કાર્દાશિયન સહિત ઘણા આંતરરાષ્ટ્રીય મહેમાનો હાજરી આપશે.
કિમ કાર્દાશિયન ભારતની મહેમાન બનશે
અનંત અંબાણીના ભવ્ય લગ્નમાં રિયાલિટી શો સ્ટાર્સ કિમ કાર્દાશિયન અને ખલો કાર્દાશિયન ગેસ્ટ બનવા જઈ રહી છે. ફ્યુચરિસ્ટ પીટર ડાયમંડિસ, કલાકાર જેફ કુન્સ અને સેલ્ફ-હેલ્પ કોચ જય શેટ્ટી પણ લગ્નમાં હાજરી આપશે. પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન અને ટોની બ્લેર, અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી જોન કેરી, પૂર્વ સ્વીડિશ વડાપ્રધાન કાર્લ બિલ્ડ અને કેનેડાના પૂર્વ વડાપ્રધાન સ્ટીફન હાર્પર પણ આ લગ્નમાં હાજરી આપશે.
વિદેશી મહેમાનોની યાદી જોઈને તમારા હોશ ઉડી જશે.
આટલું જ નહીં, તાંઝાનિયાના પ્રમુખ સામિયા સુલુહુ હસન, આઈઓસીના ઉપાધ્યક્ષ જુઆન એન્ટોનિયો સમરાંચ, WTOના મહાનિર્દેશક ન્ગોઝી ઓકોન્જો-ઈવેલા અને FIFA પ્રમુખ ગિઆની ઈન્ફેન્ટિનો પણ મહેમાનોની યાદીમાં સામેલ થશે. ટેક, બિઝનેસ અને વર્લ્ડ લેવલની ઘણી મોટી કંપનીઓના સીઈઓ પણ આ લગ્નમાં હાજરી આપવાના છે.
અનંત-રાધિકાના શુભ લગ્ન ક્યારે થશે?
પરંપરાગત હિન્દુ વૈદિક વિધિઓને અનુસરીને લગ્ન સમારોહનું આયોજન ખૂબ જ કાળજીપૂર્વક કરવામાં આવ્યું છે. શુક્રવાર, 12 જુલાઈના રોજ શુભ લગ્ન સાથે મુખ્ય ઉજવણીની શરૂઆત થશે. 13 જુલાઈ, શનિવારે શુભ આશીર્વાદ સાથે ઉજવણી ચાલુ રહેશે. અંતિમ પ્રસંગ, મંગલ ઉત્સવ અથવા લગ્ન સમારોહ, 14 જુલાઈ, રવિવારના રોજ થશે.
આ પહેલા અંબાણી પરિવારે પોપ સિંગર જસ્ટિન બીબરને મ્યુઝિક સેરેમનીમાં લાઈવ પરફોર્મન્સ આપવા માટે મેળવ્યો હતો. જ્યારે બોલિવૂડ સ્ટાર્સે હલ્દી અને મહેંદી સમારોહમાં આકર્ષણ જમાવ્યું હતું. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.