Urvashi Rautela Hospitalised: બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાને લઈને એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઉર્વશી તેની આગામી સાઉથ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ હતી. અભિનેત્રી હૈદરાબાદમાં તેની આગામી ફિલ્મ NBK 109નું શૂટિંગ કરી રહી હતી. આ કારણે તેમને ફ્રેક્ચર થયાના સમાચાર છે.
અહેવાલ મુજબ, ઉર્વશીને ઈજાઓ બાદ શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે, ઉર્વશીના સ્વાસ્થ્યને લઈને કોઈ અપડેટ આપવામાં આવ્યું નથી.