ડોક્ટરોની બેદરકારીના કારણે લોકોના મોત થતા હોવાની ઘટનાઓ વારંવાર બનતી રહે છે. જેમાં પરિવારજનો દ્વારા હોસ્પિટલ કે દવાખાના ઉપર હોબાળો પણ મચાવવામાં આવતો હોય છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે. પાંડેસરા વિસ્તારમાં ડોક્ટરે ઇન્જેક્શન મુક્તા દર્દીનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ પરિવારજનોએ હોસ્પિટલ ઉપર હંગામો મચાવ્યો હતો. ડોક્ટર વાનખેડે ઉપર બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ પણ કરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. પરિવારજનોએ ડોક્ટર પાસેથી એક લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાના આરોપ થતાં આ મામલો વધારે બચક્યો હતો. પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે
સુત્મરો પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના પાંડેસરા વિસ્તારમાં પાણીની ટાંકી પાસે ભાજપના કોર્પોરેટર ડોક્ટર વાનખેડેની આ હોસ્પિટલ આવેલી છે. આજે શુક્રવારે એક તાવના દર્દીને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જેના પગલે ડોક્ટર વાનખેડેએ દર્દીને ઇન્જેક્શન આપ્યું હતું.
જોકે, ઇન્જેક્શન આપ્યા બાદ દર્દીનું મોત નીપજ્યો હોવાનો આરોપ પરિવારજનોએ ડોક્ટર ઉપર લગાવ્યો હતો. ડોક્ટરની બેદરકારીના કારણે સ્વજનનું મોત થતાં પરિવાજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી.